ગુલ્લીબાજ ડોક્ટર:અમદાવાદમાં SVPમાં દોઢ-બે લાખ પગાર લેતાં ડોક્ટરો હાજરી પૂરી જતા રહે છે

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • DyMCની તપાસમાં બે ગુલ્લીબાજ ડોક્ટર પકડાયા
  • એક મહિલા ડોક્ટરની ડ્યૂટી ઈમરજન્સી વોર્ડમાં હતી

એસવીપી હોસ્પિટલમાં મહિને અંદાજે દોઢથી બે લાખ પગાર લેતા ડોક્ટરો માત્ર સહી કરીને રફુચક્કર થઈ જતા હોવાની ઘટના બની છે. શનિવારે મ્યુનિ. ડીવાયએમસી અચાનક એસવીપીમાં તપાસ માટે પહોંચ્યા હતા. જ્યાં બે મહિલા ડોક્ટર સહી કરીને રવાના થઈ ગયા હોવાનું પકડાતા તેમને નોટિસ અપાઈ છે.

ડીવાયએમસી હેલ્થ પ્રવિણ ચૌધરીએ અચાનક સવારે એસવીપી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ડો. પૂજા અગ્રાવાલ અને ડો. સપના બંને ગેરહાજર હોવાનું જણાયું હતું. જે પૈકી એક તબીબ ડર્મેટોલોજિસ્ટ અને બીજા એક ઇમરજન્સી વોર્ડમાં ફરજ બજાવતા હોવાનું જાણવા મળે છે. નોંધનીય છેકે, તબીબો બાયોમેટ્રિક હાજરી પૂરીને ત્યાંથી રવાના થઇ ગયા હતા. ડીવાયએમસીની તપાસમાં આ બાબત સામે આવતાં તત્કાલ બંને ડોક્ટરોને નોટિસ આપી તેમની પાસેથી આ બાબતે ખુલાસો માંગવામાં આવ્યો હતો.

મ્યુનિ. કમિશનર બાદ મ્યુનિ. ડીવાયએમસી દ્વારા પણ વિભાગોમાં તપાસ કરીને ઉંડાણપુર્વકની તપાસ કરવામાં આવતાં સમગ્ર મામલે ભારે ફફડાટ ફેલાયો છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટનાને પગલે અન્ય હોસ્પિટલમાં પણ સુપરિન્ટેન્ડેન્ટે તેમના તાબા હેઠળના ડોક્ટરોને નિયમિત હાજરી આપવા માટે સૂચના આપવામાં આવી છે. તેમજ તપાસ દરમિયાન આવી ઘટના ન બને તેની તકેદારી રાખવા પણ સૂચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...