જીતનાં વધામણાં:જીતનો દાવો અમદાવાદ જિલ્લામાં 362માંથી 235 સરપંચ અને 1666માંથી 989 વોર્ડનાં પરિણામ જાહેર, ભાજપનો 410માંથી 300નો અને કોંગ્રેસનો 265 ગ્રામ પંચાયત પર દાવો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની 410 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામીએ 300 ગ્રામ પંચાયતો પર જીતનો દાવો કર્યો
  • સરપંચ પદના​​​​​​​ ઉમેદવારોનાં નામ જાહેર થતાંની સાથે જ ટેકેદારોએ તેઓને ફૂલહાર પહેરાવ્યા હતા

જિલ્લાની 410 ગ્રામ પંચાયતોની ચુંટણીમાં ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામીએ 300 ગ્રામ પંચાયતો પર જીતનો દાવો કરતા કહ્યું કે, ગામડાંઓમાં ભાજપનો કોઇ વિરોધ નથી. લોકો વિકાસસીલ સરકારને વધુ પસંદ કરે છે. જ્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પકંજસિંહ વાઘેલાએ 265 ગ્રામ પંચાયતની જીતનો દાવો કરતા કહ્યું કે, આ વખતની ચુંટણીમાં છેલ્લા બે વર્ષથી ધોળકા અને વિરમગામમાં હારનો સામનો કરતી કોંગ્રેસને જીત મળી છે. જેના લીધે ગતવર્ષ કરતા બેઠકો વધી છે. બીજીતરફ અમદાવાદ જિલ્લા કલેકટરે મતગણતરી પૂર્વે તમામ પ્રાંત અધિકારીઓને તાકીદ કરી હતી કે, મતગણતરી દરમિયાન અને ત્યાર પછી 400થી વધુ લોકો ભેગા થવા જોઇએ નહીં.

કોવિડ-19ના નિયમોનું ઉલ્લંઘન થાય નહીં તે માટે પૂરતી કાળજી રાખવી. આમ છતાં જિલ્લાના દસક્રોઇના લાભાંગામની ચુંટણીમાં તો હજારોની સંખ્યામાં લોકો એકત્ર થયા હતાં. આ ઉપરાંત સાણંદ, દેત્રોજ સહિત વિવિધ તાલુકામાં પણ વિજેતા ઉમેદવારોને વધાવા હજારોની સંખ્યામાં સમર્થકો ઉમટી પડયા હતાં. આમ છતાં એક પણ સ્થળે કોવિડ-19 હેઠળ કાર્યવાહી કરાઇ નથી.

દેત્રોજના સુવાંળાગામમાં સરકપંચની ચુંટણીમાં બે ઉમેદવારોને એક સરખાં 685 મતો મળ્યા હતાં. જોકે રિકાઉન્ટીંગ કરાતા બચુજી ઠાકરો ઉમેદવારની જીત થઇ હતી. નાના-મોટા કરમપૂરામાં કિશનજી ઠાકોરે 13 વોટથી જીત મેળવી હતી. રામપૂરાગામમાં પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય કુંવરજી બા‌વળિયાના પત્નિ કાંતાબેનનો સરપંચમાં વિજય થયો હતો. રાત્રિના નવ વાગ્યા સુધીમાં જિલ્લાની 362 સરપંચની બેઠકમાંથી 235 બેઠક અને 1666 વોર્ડમાંથી 989 વોર્ડના પરિણામ જાહેર થઇ ગયા છે.

રાણપુરનાં કેરિયા ગામે સભ્ય ઉમેદવારને સરખા મત મળતાં ચિઠ્ઠી ઉછાળી
રાણપુર તાલુકાના કેરિયા ગામે વોર્ડ નં.6નાં ઉમેદવાર હંશાબેન મનસુખભાઈ રાઘવાણી અને સુરતીબેન નિર્મળભાઈ પાટડીયા બંને ઉમેદવારને સરખા મત મળતાં ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી. ચિઠ્ઠી ઉછાળતા હંશાબેન મનસુખભાઈ રાઘવાણી વિજેતા થયા હતા.

બોટાદ જિલ્લામાં સૌથી વધુ મતથી તુરખા સરપંચની જીત
બોટાદ જિલ્લામાં સૌથી વધારે 1650ની મતની લીડથી તુરખા ગ્રામપંચાયતની સરપંચ પદની ચૂંટણીમાં મનહરભાઈ માતારીયાએ ભવ્ય જીત મેળવી હતી. આ જીત બદલ મનહરભાઈ માતરીયાને ગ્રામજનોએ શુભેચ્છા પાઠવી હતી અને મનહરભાઈ માતરીયાએ ગ્રામજનોને જંગી મતથી વિજેતા બનાવવા બદલ આભાર વ્યક્ત
કર્યો હતો. બોટાદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સૌથી વધુ મત તરખા સરપંચને મળતા તેઓએ આનંદ વ્યક્ત કર્યો હતો અને આભાર વ્યક્ત કર્યો હતો.

દ્વેષભાવના લીધે નાનાં ગામડાંઓમાં સરઘસ નહીં
નાના ગામડાંમાં ઉમેદવારોની જીત બાદ મોટાપાયે વિજય સરઘસ નીકળે ત્યારે ઘણીવાર હારેલા ઉમેદવારોના સમર્થકો સાથે ઘર્ષણનો બનાવ બને છે. જે મોટું સ્વરૂમ ધારણ કરે છે. આ દ્વેષભાવના લીધે નાના ગામડાંઓમાં વિજય સરઘસ નહીં કાઢવાનો નિર્ણય કરાયો છે. ચુંટણીમાં જીત મેળવનાર ઉમેદવાર ગણતરીના સમર્થકો સાથે પોતાના ધર્મ સ્થાને દર્શન કરવા જશે. આ સિવાય કોઇ સરઘસ નહીં કાઢે. જેથી ગામનો માહોલ બગડે નહીં તેમ મનાઇ રહ્યું છે.

ગઢડામાં ગ્રામપંચાયતની મતગણતરી ઉત્તેજક માહોલ વચ્ચે સંપન્ન
ગઢડા(સ્વામિના) તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામપંચાયત ની ચૂંટણીઓ સંદર્ભે કુલ ૪૬ ગ્રામપંચાયતો ની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ હાર જીત ના દાવાઓ વચ્ચે ભારે ઉતેજના સાથે મતપેટીઓ સીલ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી હતી. જે દરમિયાન આજે વહેલી સવારથીજ દાદા ખાચર કોલેજ ખાતે મતગણતરી નો પ્રારંભ થતા રાજકીય ઉત્તેજના નો અંત આવ્યો હતો.

આ ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન થતા નાની મોટી અવઢવ અને મતો ના એકત્રિકરણ સહિત જવાબદારી પૂર્વકની કામગીરી સમય માંગી લેતા મોડી સાંજ સુધી મતગણતરી ચાલી હતી. આ મતગણતરી દરમિયાન વહેલી સવારથીજ ગ્રામ્ય વિસ્તારોના લોકો મોટી સંખ્યામાં મતગણના સ્થળ ની આજુબાજુ આતુરતા પૂર્વક પરિણામ ની રાહ જોતા જોવા મળ્યા હતા.

બરાનિયા ગામના ઉમેદવારને ફક્ત પોતાનો એક જ મત મળ્યો
રાણપુર તાલુકાના બરાનીયા ગામેં ગ્રામ પંચાયતની સરપંચની ચુંટણીમાં મહેશભાઈ વિરૂભાઈ ઝેઝરીયાએ સરપંચમાં ઉમેવારી નોંધાવી હતી. આ ઉમેદવારને તેના પરિવારજનોએ પણ મત આપ્યા ન હતા. આ ઉમેદવારને માત્ર પોતાનો 1 મત મળ્યો હતો

અન્ય સમાચારો પણ છે...