તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:અમદાવાદ જિલ્લા પંચાયતમાં શુક્રવારે 44 ઉમેદવારે ફોર્મ ભર્યાં, 3 પાલિકામાં 77 અને તાલુકા પંચાયત 167 ફોર્મ ભરાઇને આવ્યાં

અમદાવાદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક

અમદાવાદ જિલ્લા અને તાલુકા પંચાયત સહિત નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી માટે 44 ફોર્મ ભરાઇને આવ્યા છે. જ્યારે ધોળકા, બારેજા અને વિરમગામ નગરપાલિકામાં અત્યાર સુધીમાં 77 ફોર્મ અને તાલુકા પંચાયત 167 ફોર્મ ભરાઇને આવ્યા છે. શનિવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે.

ભાજપના મોટાભાગના ઉમેદવારોએ શુક્રવારે ફોર્મ નહીં ભરતા હવે શનિવારે ફોર્મ ભરવામાં ભારે ધસારો રહેવાની શક્યતા છે. ઉલ્લેખનીય છેકે, કોર્પોરેશનની ચૂંટણી માટે ફોર્મ સ્વિકારવાની છેલ્લી તારીખે ઉમેદવારોનો ભારે રસ રહેતા ફોર્મમાં ઘણી ભૂલ રહી હતી. જેના લીધે ફોર્મ ચકાસણીના દિવસે પણ જિલ્લા કલેકટર સહિત 16 ચૂંટણી અધિકારીઓની કચેરીમાં હોબાળો મચી ગયો હતો. હવે આજ પધ્ધતિ જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી થવા જઇ રહી છે.

શનિવારે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી સહિત અપક્ષોનો પણ ફોર્મ ભરવા માટે ધસારો જોવા મળશે. અત્યાર સુધીમાં અંદાજે 1200 જેટલા ફોર્મ વહેંચાયા છે. હજી પણ ઉમેદવારો ફોર્મ લઇ જાય છે. અત્યાર સુધીમાં જિલ્લા પંચાયતમાં કુલ 44 ફોર્મ ભરાઇને પરત આવ્યા છે. જ્યારે ત્રણ નગરપાલિકામાંથી ધોળકામાં 13, બારેજા, 30 અને વિરમગામમાં 34 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. તાલુકા પંચાયતોમાંથી દેત્રોજ-રામપુરામાં 50, ધંધુકા 10, માંડલ 15, બાવળા 5, વિરમગામ 11, ધોળકા 28, સાણંદ 32, દસક્રોઇ 15, ધોલેરા 1 મળી કુલ 167 ફોર્મ ભરાયા છે. શુક્રવારે મોડીરાત સુધી કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી નથી.

જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓએ કહ્યું કે, વધુ વિવાદ થાય નહીં માટે ઉમેદવારોને હાથહાથ મેન્ડેટ આપવામાં આવી રહ્યો છે. ભાજપે પાલિકા,પંચાયતના ઉમેદવારોની યાદી તો જાહેર કરી હતી. પરંતુ કોંગ્રેસે તા.12ની મોડી સાંજ સુધી કોઇ યાદી જાહેર ન કરતાં તેઓના ઉમેદવારોમાં ઉકળતો ચરૂ જેવી સ્થિતિ જોવા મળી હતી. ઠેર-ઠેર બળવાની સ્થિતિ સર્જાય તેવી સંભાવના રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો