મતદારોનું ભાવિ પેટીમાં સીલ:અમદાવાદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 82 ટકાથી વધુ મતદાન થયું

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બાવળા તાલુકામાં શાંતિપૂર્ણ મતદાન - Divya Bhaskar
બાવળા તાલુકામાં શાંતિપૂર્ણ મતદાન
  • ગ્રામ પંચાયતની ચૂંટણી છતાં ઘણા રાજકીય અગ્રણીઓ પૂનમની માનતા માટે ગાયબ

અમદાવાદ જિલ્લામાં 410 ગ્રામ પંચાયતોની રવિવારે યોજાયેલી ચુંટણીમાં સવાર 7.00થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં બે-ચાર છૂટાછવાયા બનાવને બાદ કરતા શાંતીપૂર્ણ મતદાન થયું હતું. ચુંટણીમાં અંદાજે 82 ટકાથી વધુ મતદાન થયું હતું. મતદાન માટે વહેલી સવારથી વૃદ્ધો સહિતના યુવાઓએ મતદાન માટે ઉમટી પડ્યા હતા. પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

અમદાવાદ જિલ્લામાં 410 ગ્રામ પંચાયતોની રવિવારે યોજાયેલી ચુંટણીમાં સવાર 7.00થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં બે-ચાર છૂટાછવાયા બનાવને બાદ કરતા શાંતીપૂર્ણ મતદાન થયું હતું. ચુંટણીમાં અંદાજે 82 ટકાથી વધુ મતદાન થયું હતું. ચુંટણીના દિવસે પૂનમની માનતા હોવાના લીધે ઘણાં રાજકીય અગ્રણીઓ ગાયબ થઇ ગયા હતાં. કેટલાક રાજકીય અગ્રણીઓએ મતદારોની નારાજગીના ડરે એક રાઉન્ડ પણ માર્યો નથી. કેટલાક ઘરે જતા રહ્યા હતાં તો કેટલાક બહારગામ ફરવા ચાલ્યા ગયા હોવાનું સ્થાનિક ઉમેદવારોએ જ જણાવ્યું હતું.

કેટલાક ગામડાંમાં લોકોની નારાજગીના લીધે પોતાના માનીતા ઉમેદવારોને નુકશાન થાય નહીં તે માટે જિલ્લા પંચાયતના કેટલાક સદસ્યો જાહેરમાં દેખાયા નહીં. અમદાવાદ જિલ્લામાં સવારથી જ મતદાન માટે મતદાન મથકો પર મતદારોની લાઇન શરૂ થઇ ગઇ હતી. બપોરવેળા તો મતદાન મથકોની બહાર લાઇનો લાગી હતી. મોડી સાંજે મતદાનનો સમય પૂરો થવાના સમય છ વાગે કેટલાક મતદાન મથકો પર મતદારોના ઘસારા લીધે ઉમેદવારો વચ્ચે ચકમક પણ થઇ હતી. ચુંટણી અધિકારીએ ઉમેદવારોને સમજાવ્યા હતાં અને નિયમ મુજબ મતદાન મથકના કંપાઉન્ડમાં આવેલા મતદારોને ટોકન આપીને મતદાન કરવા દીધું હતું.

આ સિવાય મતદાન મથકની બહાર રોડ પર ઉભેલા મતદારોને પરત કાઢયા હતાં. મોરઇયા અને ચાંગોદરના જીઆઇડીસી સહિત ઘણાં વિસ્તારમાં મતદારોને લાવવા લઇ જવા માટે વાહનની વ્યવસ્થા કરાઇ હતી. ભૂલાવડીમાં ઉમેદવારો વચ્ચે મતદારોની ખેંચતાણ હોવાથી જડબેસલાક પોલીસ બંદોબસ્ત હતો. આ ચુંટણીમાં મોટાભાગના ઉમેદવારોએ ચુંટણીપંચના નિયમોની અવગણના કરીને ચુંટણીમાં બેફાર્મ ખર્ચ કર્યો છે.

ઉમેદવારો ચુંટણી સિમ્બોલમાં સામેલ વસ્તુઓની વહેંચણી કરી
જિલ્લામાં ચુંટણીપંચની ચિંતા કર્યા વગર ઘણાં ઉમેદવારોએ ચુંટણી સિમ્બોલમાં સામેલ વસ્તુઓની વહેંચણી કરી હતી. પાંચથી વધુ ઉમેદવારે પોતાના વિસ્તારમાં સવારથી ચુંટણી સિમ્બોલમાં સામેલ વસ્તુઓની સાથે સાડી અને ડ્રેસના કાપડનું વિતરણ કર્યું હતું. તો કેટલાકે ફ્રૂટનું વિતરણ કર્યું હતું. ઉમેદવારોની આ હરકત સામે સ્થાનિક ચુંટણી સ્ટાફે આંક આડા કાન કર્યા હતાં.

મતદારો ઢોલ-નગારા સાથે મતદાન કરવા ઊમટી પડ્યા
સ્થાનીક ચૂંટણીઓના કારણે વ્યક્તિગત સરપંચ તરીકે નુ રાજકારણ અને એકબીજાના સમર્થકો વચ્ચે ભારે કશ્મકશ અને ખેંચતાણ વચ્ચે લોકશાહીનુ ચૂંટણી પર્વ શાંતિપૂર્ણ સંપન્ન થવા પામેલ. આ ચૂંટણી દરમિયાન બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી પોતાના વતન ઢસા ખાતે મતદાન કરી લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. આ ચૂંટણી દરમિયાન ગામે ગામ મતદારોએ ઉત્સાહ દર્શાવતા કોઈ મતદારોએ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે મતદાન કર્યું હતું. તેમજ મહિલાઓએ પણ બહોળી સંખ્યામાં મતદાન કર્યું હતું.

ગઢડા તાલુકામાં 46 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ
​​​​​​​તાજેતરમાં પંચાયતી રાજ માટે ગત પાંચ વર્ષ ની મુદત પૂર્ણ થતી હોય તેવી તમામ ગ્રામપંચાયતો ની ચૂંટણીઓ જાહેર થતાં ગઢડા(સ્વામીના) તાલુકાના 56 ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થયા બાદ કુલ 10 ગ્રામ પંચાયતો સમરસ થતાં બાકી રહેતી ગ્રામ પંચાયતો માટે ચૂંટણીઓ યોજવામાં આવતા બાકી રહેતી કુલ 46 ગ્રામ પંચાયતોની સરપંચ ની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થવા પામી હતી. આ ચૂંટણી દરમિયાન મુખ્યત્વે સ્થાનિક રાજકારણ ના કારણે મતદારો ખેંચી લાવવા માટે ભારે કશ્મકશ વચ્ચે રાજકીય ઉત્તેજના નો માહોલ ગામેગામ જોવા મળ્યો હતો.

બાવળા બાવળા તાલુકામાં શાંતિપૂર્ણ મતદાન યોજાયું
બાવળા તાલુકાની 45 ગ્રામ પંચાયતનાં સરપંચ અને સભ્યો માટેની ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત સાથે મતદાન શરૂ થવા પામ્યું હતું.બેલેટ પેપર ઉપર મતદાન થવાનું હોવાથી ધીમી ગતિએ મતદાન ચાલું થયું હતું. કડકડતી ઠંડીમાં વહેલી સવારે મત આપવા માટે મતદારો ઉમટી પડ્યાં હતાં.બપોર સુધીમાં તાલુકાનું 29 ટકા મતદાન થવા પામ્યું હતું.બપોર પછી મહીલાઓ મોટી સંખ્યામાં મત આપવા માટે ઉમટી પડતાં મતદાન મથકો ઉપર લાઈનો લાગી હતી.ઉમેદવારો મતદારોને વાહનોમાં લાવી રહ્યા હતાં.છેલ્લી ઘડીએ પણ મતદારોને લાવવામાં આવી રહ્યા હતાં.

વિરમગામ પંથકની 50 પંચાયતમાં 80 ટકા મતદાન
વિરમગામ તાલુકામાં 50 ગ્રામ પંચાયત યોજાયેલી ચૂંટણી મતદાન પૂર્વે ની રાત્રીએ ભજીયા-ગાંઠીયા સહિત વિવિધ નાસ્તા ના પેકેટ ની ઘરે-ઘરે વહેંચણી ઘણા ગામોમાં ઉમેદવારો દ્વારા કરવામાં આવી હતી જ્યારે મનામણા-રિસામણા માટે ખાસ ખાનગી મિટિંગ સહિત પાર્ટીઓ નું પણ આયોજન થયું હતું. તાલુકામાં રવિવારે 50 ગામમાં ગ્રામ પંચાયતની ચુંટણી યોજઇ હતી ચૂંટણી અગાઉ ત્રણ ગામ સમરસ જાહેર થયા હતા સરપંચની ચુંટણીમાં 131 ઉમેદવારો, સભ્યની ચુંટણીમાં 566 ઉમેદવારોએ જંપલાવ્યુ હતું જીઓનું રાજકીય ભાવિ 19 ડિસેમ્બર રવિવારે સાંજે 5:00 કલાકે મતદાન પેટીમાં સીલ થયું હતું.

સાણંદ તાલુકાના ગામોમાં 54 ગ્રામ પંચાયતના સરપંચ સહિતના ઉમેદવારો માટે મતદાન યોજાયું હતું.
સાણંદ તાલુકાના ગામોમાં 54 ગ્રામ પંચાયતના સરપંચ સહિતના ઉમેદવારો માટે મતદાન યોજાયું હતું.

સાણંદ સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલ રહ્યો
​​​​​​​સાણંદના કોલટ,બોળ, સનાથલ, તેલાવ, માણકોલ, ગોધાવી, શેલા, સોયલા,નાનીદેવતી,મોડાસર સહીત 54 ગ્રામ પંચાયતમાં મતદાન કરવા મતદારોની લાંબી કતારો લાગી હતી. સરપંચ માટે 152 અને સભ્ય પદ માટે 462 ઉમેદવારોનું ભાવી સાંજે 6 કલાકે મતપેટીમાં સીલ થયું છે. સાણંદ તાલુકાની 54 ગ્રામ પંચાયતની ચુંટણીમાં સવારથીજ ઉત્સાહ જોવા મળ્યો હતો . સાંજે 5 સુધીમાં 78.54% મતદાન થયું હતું

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 5 વાગ્યા સુધીનું મતદાન

તાલુકોપંચાયતોની સંખ્યાસરપંચની સંખ્યાટકાવારી
ધોળકા555572.5
ધંધુકા292870.05
બાવળા464273.09
સાણંદ545178.54
વિરમગામ504979.25
દસક્રોઇ555575.48
દેત્રૌજ-રામપુરા262672.43
ધોલેરા181770.73
માંડલ292873.54

​​​​​​​

બોટાદ 115 પંચાયતમાં 72 ટકા મતદાન
બોટાદ જીલ્લાની 115 ગ્રામ પંચાયતની ચુંટણી તા.19/12/21નાં રોજ યોજાઈ હતી. જેમાં સાંજે 5 વાગ્યા સુધીમા સરેરાશ 72.59 ટકા મતદાન થયું હતું. બોટાદ જીલ્લાના કુલ 127347 પુરુષ મતદરોમાંથી 95988 પુરુષે 75.38 ટકા મતદાન કર્યું હતું જયારે કુલ 114950 મહિલાઓમાંથી 79896 મહિલાઓએ 69.51 ટકા મતદાન કરયુ હતું. આમ કુલ 242297 મતદારોમાંથી 175884 મતદારોએ 72.59 ટકા મતદાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...