ગ્રામ પંચાયતની ચૂંટણી:અમદાવાદ જિલ્લામાં 82 ટકા મતદાન, સવારથી જ મતદાન મથકો બહાર લાઇન લાગી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 410 પંચાયતની ચૂંટણી, 21મીએ મત ગણતરી

અમદાવાદ જિલ્લામાં 410 ગ્રામ પંચાયતોની રવિવારે યોજાયેલી ચૂંટણીમાં બે-ચાર છૂટાછવાયા બનાવને બાદ કરતા શાંતિપૂર્ણ મતદાન થયું હતું. ચૂંટણીમાં અંદાજે 82 ટકાથી વધુ મતદાન થયું હતું. હવે 21 ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે. ચૂંટણીના દિવસે પૂનમની માનતા હોવાના લીધે ઘણાં રાજકીય અગ્રણીઓ ગાયબ થઇ ગયા હતાં. કેટલાક રાજકીય અગ્રણીઓએ મતદારોની નારાજગીના ડરે એક રાઉન્ડ પણ માર્યો ન હોવાનું સ્થાનિક ઉમેદવારોએ જ જણાવ્યું હતું.

અમદાવાદ જિલ્લામાં સવારથી જ મતદાન માટે મતદાન મથકો પર મતદારોની લાઇન શરૂ થઇ ગઇ હતી. કેટલાક મતદાન મથકો પર મોડી સાંજ સુધી મતદાન જોવા મળ્યું હતું. જિલ્લામાં ચૂંટણીપંચની ચિંતા કર્યા વગર ઘણાં ઉમેદવારોએ ચૂંટણી સિમ્બોલમાં સામેલ વસ્તુઓની વહેંચણી કરી હતી. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મહિલા ઉમેદવારોની તરફેણમાં મતદાન માટે મહિલાઓમાં વધુ ઉત્સાહ હતો. તમામ વર્ગની મહિલાઓની મતદાન માટે લાઇનો જોવા મળી હતી. યુવા મતદારોમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...