તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન:અમદાવાદ જિલ્લામાં 45 વર્ષથી ઉપરના 3.64 લાખ પૈકી 1.78 લાખને રસી અપાઇ

અમદાવાદ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં કોરોનાના કેસ છુપાવામાં આવી રહ્યો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
 • ચેકપોસ્ટ પર ટેસ્ટિંગની કામગીરી ફરી શરૂ કરવા માગણી

અમદાવાદ જિલ્લામાં 45 વર્ષથી ઉપરના નોંધાયેલા 3.64 લાખમાંથી 1.78 લાખ લોકોને વેક્સીન આપવામાં આવી છે. સરકારના ટાર્ગેટ મુજબ રોજ 15500 થી વધુ લોકોને આપવામાં આવી રહી છે. બીજી તરફ જિલ્લામાં કોરોનાના કેસ છુપાવામાં આવી રહ્યો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.

જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓએ આક્ષેપ કર્યો છે કે, આરોગ્ય વિભાગના અધિકારીઓ સરકારના ઈશારે કોરોનાના કેસ જાહેર કરે છે. મૃત્યુઆંક છુપાવે છે. જિલ્લામાં કોરોનાથી મૃત્યુ થાય છે, ત્યારે જિલ્લાના આંકડામાં મૃત્યુઆંક 60 પર સ્થિર છે. જિલ્લામાં હાલ કોરોના ના કેસો વધી રહ્યા છે ત્યારે ઘરે-ઘરે ટેસ્ટિંગ ની કામગીરી કરવા ભાજપના પણ કેટલાક સભ્યોએ રજુઆત કરી છે. સાણંદ, ધોળકા અને દસ્ક્રોઇમાં કેસોની સંખ્યા વધુ છે. આમ છતાં ત્યાં હજી પણ લોકો માસ્ક પહેરતા નથી અને સોશિયલ ડિસ્ટન્સ રાખતા નથી. કોરોનાના વધુ કેસ હોવા છતાં દસકોઈ માં વેક્સિન કામગીરી પણ ઓછી થઈ છે કુલ 83 હજારમાંથી 32 હજાર લોકોએ કસી લીધી છે. સાણંદ અને ધોળકામાં પણ 50 ટકાની આસપાસ વેક્સિન લેવામાં આવી છે. સ્થાનિક રાજકીય ઉમેદવારો પણ ઓછો રસ રાખતા હોવાથી વેક્સિનની કામગીરી ધીમી ગતિએ આગળ ચાલતી હોવાનું મનાય છે.

રવિવારે જિલ્લામાં કુલ 12 કેસ નોંધાયા હતા. જેમાંથી સૌથી વધુ સાણંદમાં 6 કેસ હતાં. જ્યારે દસ્ક્રોઇમાં બે અને ધોળકામાં એક કેસ નોંધાયો હતો. કુલ કેસનો આંકડો 4259 પર પહોંચ્યો છે. રવિવારના સત્તાવાર કેસનો આંકડો બહાર છે પરંતુ બિનસત્તાવાર આંકડો વધુ છે. અવર-જવર માટે કોઈ રોકટોક નથી. જેથી સમગ્ર રાજ્યમાંથી આવતા લોકોના ટેસ્ટિંગની કોઈ કામગીરી થતી નથી. જેના લીધે કેસોની સંખ્યા વધી રહી છે. અગાઉ ચેકપોસ્ટ ઉપર ટેસ્ટિંગની કામગીરી થતી હતી. જે હાલ બંધ છે. જેથી ચેકપોસ્ટ ઉપર તાત્કાલિક અસરથી ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવા માટે ભાજપ અને કોંગ્રેસના કેટલાક અગ્રણીઓએ માંગ કરી છે.

આ સાથે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિત કોવિડ-19 ના નિયમોનું પાલન થાય તે માટે તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવે તે માટે પણ ઉચ્ચઅધિકારીઓને રજૂઆત કરાઇ છે.અમદાવાદ જિલ્લાના તાલુકાવાર ટકાવારની વાત કરીએ તો બાવળા તાલુકામાં 43 ટકા, દસક્રોઇમાં 39 ટકા, ધંધુકામાં 61 ટકા, ધોલરામાં 91 ટકા, ધોળકામાં 44 ટકા, દેત્રોજમાં 57 ટકા, માંડલમાં 50 ટકા, સાણંદમાં 54 ટકા, વિરમગામમાં 51ટકા રસિકરણ કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો