તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધનતેરસના દિવસે શહેરીજનોએ 250 કરોડના સોના-ચાંદીની ખરીદી કરી હોવાનું જાણવા મળ્યું છે, જેમાં 300 કિલો સોનું અને 400 કિલો ચાંદીનું વેચાણ થયું છે.
આ અંગે અમદાવાદ જ્વેલર્સ એસો.ના સેક્રેટરી નિશાંત ધોળકિયાએ જણાવ્યું હતું કે, ધનતેરસની ખરીદી જ્વેલર્સની ધારણા પ્રમાણે જોવા મળી હતી. જોકે દાગીનાને બદલે લગડીની ખરીદી વધુ જોવા મળી હતી. નોંધનીય છે કે, શહેરમાં એક જ દિવસમાં 300 કિલો જેટલું સોનું વેચાયું હતું, જેની કિંમત 150 કરોડ જ્યારે 400 કિલો જેટલી ચાંદી વેચાઇ હતી, તેની કિંમત પણ રૂ. 100 કરોડ જેટલી થવા જાય છે. આ સ્થિતિમાં શહેરમાં 250 કરોડની કિંમતની કિંમતી ધાતુઓનું વેચાણ જોવા મળ્યું હતું.
શહેરના મોટાભાગના જ્વેલર્સના શો રૂમ પર સવારથી જ ભારે ભીડનો માહોલ જોવા મળ્યો હતો જે મોડી રાત સુધી ખરીદી ચાલુ રહી હતી.
5600 ટૂવ્હીલર અને 2100 કાર વેચાઈ
ધનતેરસે શહેરમાં નવાં ટૂવ્હીલરમાં 50 ટકા અને કારમાં 30 ટકા માર્કેટ ડાઉન રહ્યું હતું. 2019માં ધનતેરસે 7200 ટૂ વ્હીલરની સામે ચાલુ વર્ષે 5600 અને કારમાં 2650ની સામે 2100 કાર વેચાઈ હોવાનું વાહન ડીલર્સે જણાવ્યું હતું.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.