તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ST વિભાગનો નિર્ણય:અમદાવાદ બાદ રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ રાત્રિ કર્ફ્યૂ દરમિયાન બસ સેવા બંધ રાખવામાં આવશે

અમદાવાદ4 દિવસ પહેલા
ગીતા મંદિર ST સ્ટેન્ડ
  • અમદાવાદમાં કર્ફ્યૂને કારણે ફરીવાર લૉકડાઉનના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે
  • અમદાવાદમાં ગીતા મંદિર ST સ્ટેન્ડ બંધ છતાં મુસાફરો આવે છે અને નિરાશ થઈને રેલવે સ્ટેશન તરફ ચાલતા જાય છે

સમગ્ર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. ત્યારે ST વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ 4 મહાનગરમાં અન્ય જિલ્લાની એસટી બસો ન દોડાવવાનો આદેશ આપ્યો છે. બે દિવસ પહેલા અમદાવાદમાં તમામ પ્રકારની બસ સેવા બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ હવે આજથી અન્ય ત્રણ મહાગનર એટલે કે રાજકોટ, સુરત અને વડોદરામાં પણ કર્ફ્યૂ દરમિયાન એસટી સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે હવે આ ત્રણેય મહાનગરમાં રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી આવતી-જતી અને પસાર થતી તમામ પ્રકારની બસ સેવા બંધ રાખવામાં આવશે. જેને લઇને મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે.

ત્યારે શહેરમાં તહેવારોમાં સગા સબંધીઓને ત્યાં આવેલા લોકો પરત જવા માટે ઘરેથી નીકળી ગયા છે. લોકો પોતાનો સામાન લઈને ગીતા મંદિર ST સ્ટેન્ડ પર આવી રહ્યાં છે. પરંતુ શહેરમાં કર્ફ્યૂને કારણે બસોને પ્રવેશ આપવામાં નહીં આવતાં તેઓ નિરાશ થઈને કાલુપુર રેલવે સ્ટેશન તરફ ચાલતા જઈ રહ્યાં છે.

એસટી સ્ટેન્ડ બંધ હોવાથી મુસાફરોને ભારે હાલાંકીનો સામનો કરવો પડ્યો
એસટી સ્ટેન્ડ બંધ હોવાથી મુસાફરોને ભારે હાલાંકીનો સામનો કરવો પડ્યો

પોલીસ બંદોબસ્ત હોવા છતાં લોકો વતન જવા ST સ્ટેન્ડ પહોંચ્યા છે
અમદાવાદ શહેરમાં કર્ફ્યૂની જાહેરાત બાદ કડક અમલવારી માટે પોલીસ તંત્ર ખડે પગે કામ કરી રહ્યું છે. શહેરમાં ચેકપોસ્ટ લગાવી દેવામાં આવી છે. ઠેર ઠેર બેરિકેટ અને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તે છતાંય અટવાઈ ગયેલા મુસાફરો વતન પરત ફરવા માટે સામાન લઈને ચાલતા ગીતા મંદિર ST સ્ટેન્ડ પર પહોંચી રહ્યાં છે. ત્યાં પહોંચીને ST સ્ટેન્ડ બંધ હોવાનું જાણી તેઓ ફરી પાછા ચાલતા સામાન લઈને રેલવે સ્ટેશન તરફ આગળ વધી રહ્યાં છે.

રસ્તા પર પોલીસે બેરીકેટ ગોઠવ્યા છતાં મુસાફરો ચાલતા ST સ્ટેન્ડ પર પહોંચ્યા
રસ્તા પર પોલીસે બેરીકેટ ગોઠવ્યા છતાં મુસાફરો ચાલતા ST સ્ટેન્ડ પર પહોંચ્યા

Divyabhaskar દ્વારા તપાસ કરતાં મુસાફરો 10 કિમી દૂર વેજલપુર તેમજ અન્ય વિસ્તારોમાંથી ચાલીને પોતાના સામાન સાથે ગીતા મંદિર ST સ્ટેન્ડ પહોંચ્યા છે. પરંતુ ST સ્ટેન્ડ બંધ હોવાથી નિરાશ થઈને હવે રેલવેની આશાએ કાલુપુર રેલવે સ્ટેશન તરફ ચાલતા સામાન ઉંચકીને આગળ વધી રહ્યાં છે. અમદાવાદમાં ફરીવાર લૉકડાઉન દરમિયાનની સ્થિતિના દ્રશ્યો ફરીવાર જોવા મળી રહ્યાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો