તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In Ahmedabad, Despite The Closure Of Shops And Markets, 2,000 People Pay A Fine For Masks Every Day, So Far 5.66 Lakh 44 Crore Fines Have Been Paid

જાહેરનામાનો ભંગ:અમદાવાદમાં દુકાનો-માર્કેટ બંધ છતાં રોજ 2 હજાર લોકો માસ્કનો દંડ ભરે છે, અત્યાર સુધી 5.66 લાખે 44 કરોડ દંડ ભર્યો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 81,915 વાહન ડિટેઈન કરી 33 કરોડ દંડ લેવાયો

અમદાવાદમાં 20 દિવસથી દૂધ, શાકભાજી, ફ્રૂટ, કરિયાણું અને દવા સિવાયની બધી જ દુકાનો બંધ છે. તથા રાતના 8થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ છે. તેમ છતાં પણ લોકો ઘરની બહાર બિન્દાસપણે માસ્ક પહેર્યાં વિના ફરવા નીકળે છે. જેથી આંશિક લોકડાઉન અને નાઈટ કર્ફ્યૂ વચ્ચે પણ રોજના 2000 લોકો માસ્ક પહેર્યા વગર પકડાઈ રહ્યાં છે.

અમદાવાદના 5.66 લાખ લોકોએ માસ્ક ન પહેરવા બદલ આજ દિન સુધીમાં રૂ. 43.68 કરોડનો દંડ ભર્યો છે. જ્યારે પ્રતિબંધિત સમયમાં નીકળેલા 81,915 વાહનો પોલીસે ડિટેઈન કરીને તેને છોડવા માટે રૂ. 32.81 કરોડ દંડ વસૂલ્યો હતો. જ્યારે જાહેરનામા ભંગના 61,629 કેસમાં પોલીસે 70,343 લોકોની ધરપકડ કરી હતી. ગુરુવારે પોલીસે માસ્ક પહેર્યા વગર ફરતા 1842 લોકોને પકડીને તેમની પાસેથી રૂ.18.42 લાખ દંડ વસૂલ્યો હતો. 1 જાન્યુઆરી 2021થી આજદિન સુધીમાં 678 પોલીસકર્મીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...