તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી:અમદાવાદમાં ગોડાઉનના ભોંયરામાં સંતાડેલો 36 લાખનો દારૂ ઝડપાયો, હરિયાણાથી ઘઉંના કટ્ટા નીચે સંતાડી 622 પેટી દારૂ લવાયો હતો

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગોડાઉનમાંથી મળેલો દારૂનો જથ્થો - Divya Bhaskar
ગોડાઉનમાંથી મળેલો દારૂનો જથ્થો
  • સૈજપુર ગામમાં આવેલા ગોડાઉનમાં સંતાડેલા દારૂનું વેચાણ થતું હતું
  • પોલીસને 622 પેટી વિદેશી દારૂનો જથ્થો મળ્યો

રાજ્યમાં કડક દારૂબંધીની અમલવારી વચ્ચે પણ બુટલેગરો જાણે બેફામ બન્યા હોય તે રીતે દારૂની હેરાફેરી થઈ રહી છે. શહેરના સૈજપુર ગામમાં આવેલા એક ગોડાઉનમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. આરોપીએ ગોડાઉનમાં જમીનની નીચે ભોંયરું બનાવીને તેમાં આ દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હતો. પોલીસે મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.

ગોડાઉનમાં ભોંયરું બનાવી સંતાડેલો દારૂ ઝડપાયો
શહેરમાં સૈજપુર ગામમાં પાછળના ભાગમાં વિકાસ યાદવ નામની વ્યક્તિનું ગોડાઉન આવેલું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને પ્રોહીબિશન અને જુગારની ડ્રાઈવ દરમિયાન આ ગોડાઉનમાં દારૂનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરાતું હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે બાતમીના આધારે તપાસ કરતા ગોડાઉનમાં ભોંયરું બનાવી તેમાં સંતાડેલો 622 પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

ઘઉંની બોરીઓ નીચે સંતાડીને દારૂ લવાયો હતો
ઘઉંની બોરીઓ નીચે સંતાડીને દારૂ લવાયો હતો

36 લાખથી વધુની કિંમતનો દારૂ મળ્યો
ગોડાઉનના ભોંયરામાં સંતાડેલા આ દારૂની કુલ કિંમત 36,74,000 રૂપિયા જેટલી જણાવાઈ રહી છે. આ સાથે જ પોલીસે 31 લાખની કિંમતના 6 વાહનો અને ઘઉંના જથ્થા સાથે 68,59,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે ગોડાઉન પરથી પકડેલા વ્યક્તિની તસવીર
પોલીસે ગોડાઉન પરથી પકડેલા વ્યક્તિની તસવીર

હરિયાણાથી દારૂનો જથ્થો મંગાવાયો હતો
પોલીસે આ સાથે જ સ્થળ પરથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. જેની પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો વિકાસ યાદવે મંગાવેલો અને હરિયાણાના હિસ્સાર ખાતે રવિન્દ્ર જાટ નામના વ્યક્તિએ ઘઉંના કટ્ટા નીચે સંતાડીને દારૂ આપ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે હાલમાં આરોપીની વધુ પૂછપરછ સાથે તપાસ હાથ ધરી છે.