તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:અમદાવાદમાં કોરોનાનો ગ્રોથ 1000 ટકાને પાર, એક જ મહિનામાં દૈનિક કેસની સંખ્યા 40થી વધીને 500એ પહોંચી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફેબ્રુઆરીમાં શહેરમાં રોજના 40થી 50 કેસ નોંધાતા હતા
  • માર્ચમાં રોજના 500થી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે

શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણથી લોકોમાં ફરી એકવાર ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સતત 5 દિવસથી દરરોજ 500ની આસપાસ પોઝિટિવ દર્દીઓ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સાથે જ માત્ર એક જ મહિનામાં અમદાવાદમાં કોરોનાનો દૈનિક ગ્રોથ 1000 ટકાને પાર થયો છે. ગત મહિને શહેરમાં માત્ર 40ની આસપાસ કેસ નોંધાતા હતા. પરંતુ હાલની સ્થિતિમાં કેસની સંખ્યા ડબલ કરતા પણ વધી ગઈ છે. સાથે જ ડિસ્ચાર્જ થતા દર્દીઓની સંખ્યા પણ ઘટી છે. અમદાવાદ બાદ સૌથી વધુ કોરોનાનું સંકટ સુરત પર જોવા મળ્યું છે.

કોરોના કહેર ફરી અમદાવાદ પર વરસ્યો
માર્ચ 2019માં રાજ્યમાં જ્યારે કોરોના સંક્રમણની શરૂઆત થઈ ત્યારે અમદાવાદમાં સૌથી વધુ સંકટ હતું. તે સમય અન્ય શહેરોની સરખામણીએ સૌથી વધુ કેસ તેમજ મોતની સંખ્યા અમદાવાદમાં નોંધાઈ હતી. આ સ્થિતિમાં સ્થાનિકોએ વેપાર-ધંધાની સાથે માનસિક રીતે પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. જોકે ગત જાન્યુઆરીથી અમદાવાદમાં નવા કેસ તેમજ મોતની સંખ્યા ના બરાબર થઈ હતી. પરંતુ હવે ફરીથી કોરોનાનું કહેર અમદાવાદ પર વરસી રહ્યું છે. કેસમાં અચાનક વધારો થવા પાછળ જનતા ચૂંટણી તેમજ મેચમાં દર્શકોને ભેગા કરવાની મંજૂરી આપનાર સરકારને માને છે.

કોરોના ટેસ્ટ કરાવવા માટે ફરી લોકોની લાઈનો લાગી રહી છે
કોરોના ટેસ્ટ કરાવવા માટે ફરી લોકોની લાઈનો લાગી રહી છે

શું છે અમદાવાદની હાલની સ્થિતિ?
એક સમયે કોરોનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ રહેલા અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે ઉત્તરોત્તર કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. સતત રોજના 500થી વધારે કેસ નોંધાઈ રહ્યા. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 514 નવા કેસ અને 461 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 2 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 2,340 પર પહોંચ્યો છે. અગાઉ 16 મેના રોજ અમદાવાદમાં હાઈએસ્ટ 973 કેસ નોંધાયા હતા. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 68,377 થયો છે. જ્યારે 64,271 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. અને કોરોનાના કારણે 2284 લોકોના મોત નિપજ્યાં છે.

ફરીથી કોરોનાનું કહેર અમદાવાદ પર વરસી રહ્યું છે
ફરીથી કોરોનાનું કહેર અમદાવાદ પર વરસી રહ્યું છે

સંક્રમણ વધવા પાછળ શું કારણ?
સંક્રમણમાં ઘટાડો થતા સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યૂમાં જેમ ધીરે-ધીરે છૂટછાટ આપવામાં આવી તેમ જ મોટી સંખ્યામાં લોકો હોટલ, રેસ્ટોરન્ટ તેમજ ખાણી-પીણી સહિતમાં ભીડ કરતા નજરે પડ્યા હતા. જ્યાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનો સૌથી વધુ ભંગ થતો જોવા મળ્યો હતો. સાથે જ પોલીસની પણ કેટલાક વિસ્તારોમાં બેદરકારી જોવા મળી હતી. રાત્રિ કર્ફ્યૂ જોવા છતા કેટલાક વિસ્તારોમાં લોકો બેફામ ફરતા હોય છે, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ તમામ બાબતો કોરોના સંક્રમણ વધારવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો