તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી પ્રચાર:અમદાવાદમાં કોંગ્રેસે ચૂંટણી પ્રચાર અને રાત્રિ બેઠકમાં પ્રભારીના ફોટો સાથે વોટ ફોર કોંગ્રેસ લખેલી સેનિટાઈઝરની બોટલો વહેંચી

અમદાવાદ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
બોટલ ઉપર ઉમેદવારનો ફોટો પણ મુકવામાં આવ્યો છે - Divya Bhaskar
બોટલ ઉપર ઉમેદવારનો ફોટો પણ મુકવામાં આવ્યો છે
 • સરખેજ વોર્ડમાં કાર્યકરો અને સમર્થકોને એક હજારથી વધુ સેનિટાઈઝરની બોટલો વહેંચવામાં આવી

અમદાવાદ મહાનગર પાલિકાની આગામી 21 તારીખે ચૂંટણી યોજાવાની છે. જેમાં બંને મુખ્ય પક્ષો સહિત અન્ય પક્ષોએ પણ પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. શહેરમાં અવનવી રીતે પ્રચાર થઈ રહ્યો છે. ચૂંટણી લડનારા ઉમેદવારો શણગારેલી બગીમાં બેસીને વરઘોડો કાઢીને મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યાં છે. બીજી બાજુ બાઈક રેલી કરીને પણ શહેરમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પ્રચારની એક નવી જ રીત શરુ કરવામાં આવી છે. શહેરમાં કોંગ્રેસના આગેવાનોએ પ્રચાર દરમિયાન તથા રાત્રિ બેઠકમાં નાશ્તાની જ્યાફત સાથે સેનિટાઈઝરની બોટલો પણ વહેંચી રહ્યાં છે.
સેનીટાઈઝરની બોટલ પર વોટ ફોર કોંગ્રેસ લખાયું
અમદાવાદ શહેરમાં સરખેજ વોર્ડમાં અન્ય વોર્ડની જેમ રોજ મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય છે અને ચૂંટણી જીતવા માટે પ્રયત્ન ચાલુ જ હોય છે ત્યારે કોંગ્રેસના કાર્યાલય ખાતે આવતા સમર્થકો અને કાર્યકરોને પણ રીઝવવા માટે નાસ્તા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે તો સાથે જ સરખેજ વોર્ડમાં સેનીટાઈઝરની બોટલો પણ વેચવામાં આવી હતી, જેમાં સેનીટાઈઝરની બોટલ પર પણ વોટ ફોર કોંગ્રેસ એટલે કે કોંગ્રેસને મત આપો તેવું લખ્યું છે. ઉપરાંત કોંગ્રેસના રાજેન્દ્ર પટેલના ફોટા પણ સેનીટાઈઝરની બોટલો પર લગાવવામાં આવ્યા છે. સેનીટાઈઝરની બોટલો સાથે નાસ્તાનું પણ રોજની જેમ આયોજન કરવામાં આવ્યું હતું.

સરખેજ વોર્ડમાં વોટ ફોર કોંગ્રેસ લખેલી સેનિટાઈઝરની બોટલો વહેંચાઈ
સરખેજ વોર્ડમાં વોટ ફોર કોંગ્રેસ લખેલી સેનિટાઈઝરની બોટલો વહેંચાઈ

એક હજારથી વધુ સેનિટાઈઝરની બોટલો વહેંચાઈ
આ અંગે કોંગ્રેસના કાર્યકર ઉન્મેશ બારોટ સાથે વાતચીત કરતા તેમને જણાવાયું હતું કે તેમના દ્વારા કુલ 1000 જેટલો બોટલો તૈયાર કરવામાં આવી હતી અને તે તમામ બોલો સરખેજ વોર્ડમાં આવતા કાર્યકરો અને સમર્થકોને આપવામાં આવી હતી.મોટી સંખ્યામાં લોકો આવે અને એક બીજા સાથે હાથ મેળવે તેથી સેનીટાઈઝરની બોટલ વેચવામાં આવે છે.સાથે જ નાસ્તાની પણ રોજ વ્યવસ્થા કરવામાં આવે છે.
ઉમેદવારોના રોજિંદા ખર્ચ માટે મર્યાદા નક્કી થઈ
ચૂંટણી પંચે મહાપાલિકાઓમાં ઉમેદવારના ચૂંટણી ખર્ચની મર્યાદા 4 લાખથી વધારીને 6 લાખ કરી છે. પરંતુ ચા-પાણી, નાસ્તા સહિતના રોજિંદા ખર્ચના ભાવ 2019ની લોકસભાની ચૂંટણી વખતના જ રાખ્યા છે. કોવિડની પરિસ્થિતિને કારણે ભાવમાં કોઈ ફેરફાર નહીં કરાયાનું કારણ આપવામાં આવ્યું છે. ચૂંટણી લડતા ઉમેદવાર તેમના ખર્ચનો હિસાબ કલેક્ટર સમક્ષ રજૂ કરે ત્યારે તે નક્કી કરેલા ભાવની સરખામણીએ ખર્ચ ગણવામાં આવતો હોય છે. જો કોઈ કિસ્સામાં ચૂંટણી અધિકારીએ જાહેર કરેલી ચીજવસ્તુઓ ન આવતી હોય તો તેવા કિસ્સામાં ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વર તેમજ નોડલ અધિકારી સાથે ચર્ચા કર્યા બાદ જે લઘુતમ દર નક્કી કરવામાં આવે તે માન્ય ગણવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો