તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:અમદાવાદ શહેરમાં મ્યુનિ.નાં 273 ગાર્ડનમાંથી 233 બહાર વાહન પાર્કિંગ માટે કોઈ પ્રકારની વ્યવસ્થા જ નથી

અમદાવાદ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
લોકોએ રોડ પર વાહનો પાર્ક કરવા પડતાં હોવાથી ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. - Divya Bhaskar
લોકોએ રોડ પર વાહનો પાર્ક કરવા પડતાં હોવાથી ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે.

અમદાવાદમાં આવેલા 233 ગાર્ડન પાસે પાર્કિંગની કોઇ વ્યવસ્થા જ નહીં હોવાનું જાણવા મળે છે. શહેરના માંડ 15 ટકા ગાર્ડનમાં જ પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા છે. મ્યુનિ.એ બનાવેલા 271 જેટલા ગાર્ડનની યોગ્ય દેખરેખ રાખવામાં આ‌વે છે પરંતુ આ બગીચામાં ફરવા માટે જો તમારે વાહન લઇને જવું હોય તો પછી વાહન પાર્ક ક્યાં કરવું તે મોટો પ્રશ્ન છે. કેમકે શહેરના 85 ટકા ગાર્ડન બહાર પાર્કિંગની કોઇ વ્યવસ્થા જ નથી.

સ્થાનિકો માટે બનતાં આવા ગાર્ડનમાં કોઇ દિવ્યાંગ વ્યક્તિ જો વાહન લઇને આવે તો પહેલો પ્રશ્નએ ઉભો થાય કે વાહન ક્યાં પાર્ક કરવું. પાર્કિંગ સુવિધાના અભાવને કારણે ટ્રાફિકને અડચણ અને ટ્રાફિકજામ થતો હોવાની સમસ્યાનું ઉદાહરણ પ્રગતિનગર ખાતે આવેલો ગાર્ડન છે.

પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 135 ગાર્ડન
શહેરમાં અલગ અલગ ઝોનમાં આવેલા ગાર્ડન પૈકી 50 ટકા ગાર્ડન તો માત્ર પશ્ચિમ અને ઉ.પશ્ચિમ ઝોનમાં જ આવેલા છે. પશ્ચિમ ઝોનમાં સૌથી વધારે 75 ગાર્ડન છે. જ્યારે ઉ.પશ્ચિમ ઝોનમાં 60 જેટલા ગાર્ડન આવેલા છે.

મધ્ય ઝોનમાં સૌથી ઓછાં 20 ગાર્ડન

ઝોનકુલ ગાર્ડનપાર્કિંગની વ્યવસ્થા
મધ્ય202
પૂર્વ222
પશ્ચિમ7515
ઉત્તર372
દક્ષિણ282
ઉ.પશ્ચિમ6012
દ. પશ્ચિમ284
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો