તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોલસેન્ટર ઝડપાયુ:અમદાવાદ શહેરમાં વસ્ત્રાપુર અને રામોલમાંથી વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરતા કોલસેન્ટર ઝડપાયા, પોલીસે 1.91 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

અમદાવાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદમાંથી વિદેશી નાગરીકોને છેતરતાં કોલ સેન્ટર ફરી શરુ થયાં - Divya Bhaskar
અમદાવાદમાંથી વિદેશી નાગરીકોને છેતરતાં કોલ સેન્ટર ફરી શરુ થયાં
 • રામોલમાં યુવક વિદેશી નાગરિકોને સસ્તી લોન આપવાનું કહી કમિશન અને પ્રોસેસિંગ ફી પેટે 25 થી 30 ડોલર પડાવતો હતો
 • કોલસેન્ટર ચાલતુ હોવાની વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના LRD જયપાલસિંહને બાતમી મળી હતી

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા ક્રિષ્ના કોમ્પ્લેક્સમાં ચાલતું કોલસેન્ટર વસ્ત્રાપુર પોલીસે ઝડપી પાડ્યું છે. પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત સાત શખ્સની ધરપકડ કરી છે. અમેરિકન નાગરિકોને કોલ કરી તમારા SSN નંબર પર ફ્રોડ થયો છે. તમારી ગાડીમાંથી ડ્રગ્સ મળ્યું છે. તમારા નામે ઘણી બેકોમાં અનલીગલ એકાઉન્ટ છે. તમારી મિલકત જપ્ત થશે અને આર્થિક નુકસાન સાથે પોલીસ ફરિયાદ થશે તેવી રીતે ડરાવી ધમકાવી સેટલમેન્ટ માટે કહેતા હતા. બીટકોઈન, પ્રિપેઇડ વાઉચર અને કુરિયર મારફતે 2થી 5 હજાર અમેરિકન ડોલર પડાવતાં હતા. પોલીસે મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર અને રોકડ સહિત રૂ. 1.91 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.
પોલીસને કોલ સેન્ટર ચાલતુ હોવાની બાતમી મળી હતી
શહેરમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના LRD જયપાલસિંહને બાતમી મળી હતી કે ક્રિષ્ના કોમ્પ્લેક્સમાં આવેલી એક ઓફિસમાં કેટલાક લોકો ભેગા મળી અને કોલસેન્ટર ચલાવી રહ્યાં છે. જે બાતમી આધારે PSI રાજપૂત અને તેમની ટીમે ઓફિસમાં દરોડા પાડ્યા હતા. ઓફિસમાં સૌરીન રાઠોડ (રહે. જોધપુર, સેટેલાઈટ), દુષ્યંત વર્મા, સંજીવ છેત્રી ( બંને રહે. હોટલ મુકુંદ બોડકદેવ), શ્રેયસ સાગળે, આવિષ્કાર ઠાકુર (બંને રહે. રામદેવનગર, સેટેલાઇટ), ચિન્મય નિકમ (રહે. જયરથ કોમ્પ્લેક્સ, રામદેવનગર) અને ચંદ્રગુપ્ત મહેરિયા (રહે. વેજલપુર) કોમ્પ્યુટર પર બેસી અને અમેરિકાના નાગરિકોને ફોન કરી છેતરપીંડી આચરતા હતા.

આરોપીઓ અમેરિકન નાગરીકોને ફ્રોડ થયું હોવાનું કહી ધમકાવતા હતાં ( પ્રતિકાત્મક ફોટો)
આરોપીઓ અમેરિકન નાગરીકોને ફ્રોડ થયું હોવાનું કહી ધમકાવતા હતાં ( પ્રતિકાત્મક ફોટો)

આરોપીઓ SSN નંબર પર ફ્રોડ થયો હોવાનું કહી નાગરીકોને ડરાવતા હતા
તમારા SSN નંબર પર ફ્રોડ થયો છે. કહી અને તેઓને ડરવાતા અને બાદમાં સ્ક્રીપ્ટ મુજબ તમારી ગાડીમાંથી ડ્રગ્સ મળ્યું છે. તમારા નામે ઘણી બેકોમાં અનલીગલ એકાઉન્ટ છે. તમારી મિલકત જપ્ત થશે અને આર્થિક નુકસાન સાથે પોલીસ ફરિયાદ થશે તેવી રીતે ડરાવી ધમકાવી સેટલમેન્ટ માટે કહેતા હતા. બીટકોઈન, પ્રિપેઇડ વાઉચર અને કુરિયર મારફતે 2000થી 5000 અમેરિકન ડોલર પડાવી લેતાં હતા. છેલ્લા 15 દિવસથી કોલસેન્ટર તેઓએ શરૂ કર્યું હતું. પોલીસે તમામની ધરપકડ કરી હતી.
રામોલમાં પ્રોસેસિંગ ફી પેટે 25 થી 30 ડોલર પડાવતો યુવક ઝડપાયો
રામોલ વિસ્તારમાં પણ વિદેશી નાગરિકોને સસ્તી લોન આપવાનું કહી કમિશન અને પ્રોસેસિંગ ફી પેટે 25 થી 30 ડોલર પડાવતો યુવક ઝડપાયો છે. રામોલ પોલીસે તેની પાસેથી બે મોબાઈલ અને એક લેપટોપ જપ્ત કર્યું છે. રામોલ પોલીસને બાતમી મળી હતી કે માધવ હોમ્સમાં રહેતો હીરેન પંકજભાઇ સુથાર પોતાના ઘરે પ્રોફેશનલ કોલર ક્લોઝર બની અનધિક્રુત કોલસેન્ટર ચલાવી રહ્યો છે. તે વિદેશની કંપનીમાંથી બોલી રહ્યો હોવાનું કહી વિદેશીઓને ઓછા વ્યાજદરે પર્સનલ લોન આપવાનું કહી વિદેશીઓ પાસેથી કમિશન પેટે 20થી 30 ડોલર મેળવી ઠગાઇ આચરી રહ્યો છે. જેથી બાતમીના આધારે પોલીસે હિરેનના ઘરે દરોડો પાડ્યો હતો. તે સમયે હિરેન ઘરે લેપટોપ પર અંગ્રેજી ભાષામાં વાત કરતો મળી આવ્યો હતો. પોલીસે તેને તેમ જ બેસી રહેવા જણાવ્યું હતું.

રામોલમાં માધવ હોમ્સમાં રહેતો હીરેન પંકજભાઇ સુથાર ઘરમાં કોલસેન્ટર ચલાવતો હતો ( પ્રતિકાત્મક તસવીર)
રામોલમાં માધવ હોમ્સમાં રહેતો હીરેન પંકજભાઇ સુથાર ઘરમાં કોલસેન્ટર ચલાવતો હતો ( પ્રતિકાત્મક તસવીર)

વિદેશમાં રહેતા નાગરીકોનો ઓનલાઇન ડેટા-લીડ મેળવી લેવાતો
ત્યારબાદ પોલીસે પુછપરછ કરતા હિરેને જણાવ્યું હતું કે, વિદેશમાં રહેતા નાગરીકોનો ઓનલાઇન ડેટા-લીડ મેળવી લેતો હતો. પછી તે પોતાના ફોનમાં મેજીક જેક નામની એપ્લીકેશન ડાઉનલોડ કરતો હતો અને પોતાનુ નામ ક્રિશ જણાવીને યુએસની કંપનીમાંથી બોલતો હોવાનું વેદીશી નાગરીકોને જણાવતો હતો. તથા વિદેશી નાગરીકોને સસ્તા વ્યાજદરે લોન આપવાનું કહી કમિશન અને પ્રોસેસીંગ ફી પેટે 25થી 30 ડોલર મેળવી લેતો હતો. પોલીસે ચેક કરતા ત્યાંથી લેપટોલ, મોબાઇલ સહિતની વસ્તુઓ મળી આવી હતી. પોલીસે વસ્તુઓ જપ્ત કરી હિરેનની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો