તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂથવાદ ચરમસીમાએ:અમદાવાદમાં ભાજપ અને કોંગ્રેસને અસંતુષ્ટોના લીધે આખી પેનલ તૂટવાનો ભય, ટિકીટોની ફાળવણી મુદ્દે બંને પક્ષોમાં જૂથવાદ વકર્યો

અમદાવાદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
ભાજપના ગઢ ખાડિયામાં પ્રદિપસિંહ જાડેજા મેદાનમાં ઉતર્યા હતાં - Divya Bhaskar
ભાજપના ગઢ ખાડિયામાં પ્રદિપસિંહ જાડેજા મેદાનમાં ઉતર્યા હતાં
 • ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને આક્રમક પ્રચાર કરવો છે પરંતુ મોટી સંખ્યામાં કાર્યકરો મળતા નથી
 • ઓવૈસીની પાર્ટી કોંગ્રેસને નુકસાન પહોંચાડી શકે છે, જેનો સીધો ફાયદો ભાજપને થશે

અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે પણ હવે ભાજપ અને કોંગ્રેસના આગેવાનોને પેનલો તુટવાનો ડર સતાવી રહ્યો છે. ભાજપ હાઈકમાન્ડે સિનિયરોની ટિકિટ કાપીને માત્ર 38 જેટલા કોર્પોરેટરોને રિપીટ કર્યા છે. જેથી પક્ષના સિનિયર નેતાઓ પોતાની પ્રાંસગિકતા યથાવત રાખવા માટે પેનલો તોડી શકે છે તો બીજી તરફ કોંગ્રેસની ટિકિટ વહેંચણીથી નારાજ કેટલાંક આગેવાનો સક્રિય રહ્યાં નથી સાથે બીજા પક્ષના ઉમેદવારોને જીતાડવામાં કામે લાગ્યા હોવાથી પેનલો તુટવાનો ડર સતાવી રહ્યો છે. તો બીજી બાજુ બંને પક્ષોમાં ટિકિટ ફાળવણી મુદ્દે સિનિયર નેતાઓ અને અસંતુષ્ટોમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે.
બંને પક્ષોમાં જૂથબંધી ચરમસીમાએ પહોંચી
ભાજપે શહેરમાં ત્રણ ટર્મ કે તેથી વધુ જીતેલા, 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતાં અને નેતાપુત્રોને ટિકિટ આપવાની ચોખ્ખી ના પાડી હતી અને AMCમાં 142 પૈકી 100 થી વધુ સિનિયરોની ટિકિટ કાપી નાંખી હતી બીજી તરફ 38 જેટલા કોર્પોરેટરોને રિપીટ કર્યા હતા જેના કારણે અંદરખાને કેટલાંક સિનિયરો નારાજ છે. અમદાવાદ શહેરના નવાવાડજ અને સ્ટેડિયમ વોર્ડમાં ભાજપના સ્થાનિક નેતાઓમાં જુથબંધી ચરમ ઉપર પહોંચી છે અહીં, ભાજપને પેનલો તુટવાનો ડર સતાવી રહ્યાં છે. સ્ટેડિયમ વોર્ડની ભાજપની પેનલમાં એકપણ વણિક કે દલિતને ટિકિટ આપી નથી તેવો કાર્યકરોનો આરોપ છે.કોંગ્રેસને મક્તમપુરા, જમાલપુર, બહેરામપુરા જેવા વોર્ડમાં પેનલો તુટવાનો ડર સતાવી રહ્યો છે. અહીં ઓવેસીની પાર્ટી પેનલ તોડે તેવા અણસાર છે.

સિનિયર નેતાઓ પેનલો તોડી એવી ભાજપના મોવડી મંડળમાં ચિંતા
સિનિયર નેતાઓ પેનલો તોડી એવી ભાજપના મોવડી મંડળમાં ચિંતા

આમ આદમી પાર્ટીથી મતો કપાશે
જિલ્લામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોના લીધે ભાજપ અને કોંગ્રેસના મતો કપાશે. જિલ્લા પંચાયતની 10થી 12 બેઠકો પર ઓછા મતથી હાંસલ કરનાર ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારોની ચિંતામાં વધારો થયો છે. આપના ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કાર્યમાં જોડાઇ ગયા છે. જેના લીધે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને આક્રમક પ્રચાર કરવો છે પરંતુ મોટી સંખ્યામાં કાર્યકરો મળતા નથી.
ઉમેદવારો સમાજને રિઝવવામાં વ્યસ્ત
કોરોનાના કારણે જાહેર સભા કરવું ખૂબ જ અઘરૂ છે. જેના લીધે ઉમેદવારો નાની કે મોટી જાહેર સભા કરવાના બદલે સમાજના લોકોને ભેગા કરી ચા-નાસ્તો અને જમણવાર કરીને રિઝવવા પ્રયાસ કરે છે. પ્રત્યેક પાર્ટીના ઉમેદવારો ખર્ચ કરે છે. એક જ સમાજમાંથી ત્રણથી ચાર ઉમેદવારો હોવાથી સમજના આગેવાનો પણ કઇ દિશામાં જ‌વું તે નક્કી કરી શકતા નથી.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે પોતાના ગઢમાં જ પ્રચાર કરવા ઉતરવું પડ્યું
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે પોતાના ગઢમાં જ પ્રચાર કરવા ઉતરવું પડ્યું

કોંગ્રેસના ગઢ દરિયાપુરમાં પ્રદેશ પ્રમુખ મેદાનમાં ઉતર્યા
દરિયાપુર વોર્ડ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે આ વખતે કોંગ્રેસના સિનિયર નેતા અને કોર્પોરેટર એવા સુરેન્દ્ર બક્ષીના પુત્ર નીરવ બક્ષીને પક્ષે ટિકિટ આપી છે કોંગ્રેસનો ગઢ એવા આ વોર્ડમાં લઘુમતી સમાજના મોટા મત રહેલા છે. કોંગ્રેસ પક્ષને દરિયાપુરમાં આ વખતે સામે AIMIMના ઉમેદવાર હોવાથી કોંગ્રેસને કપરાં ચઢાણ લાગી રહ્યા છે. દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસનું પ્રભુતવ વધુ હોવાથી આસાનીથી જીતી શકે તેમ છે. તેમ છતાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને આ વખતે ડોર ટુ ડોર પ્રચાર કરવા માટે મેદાનમાં આવવું પડ્યું છે.

આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસના મત તોડી શકે છે
આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસના મત તોડી શકે છે

ઓવૈસીની કોંગ્રેસ સાથેની ટક્કર ભાજપમાં ફાયદાકારક
આ વખતની ચૂંટણીમાં ભાજપનું કાર્યાલય જમાલપુર વોર્ડમાં આવે છે, જ્યાંથી કોંગ્રેસ, ભાજપ સિવાય ઓવૈસીની પાર્ટી પણ ચૂંટણી લડી રહી છે. જોકે આ વખતે ઓવૈસીની પાર્ટી કોંગ્રેસને નુકસાન પહોંચાડી શકે છે, જેનો સીધો ફાયદો ભાજપને થશે. તો જો આ શક્ય બને તો ભાજપની ઘણા સમયથી પોતાના કાર્યાલયના વોર્ડ પરથી જીત મેળવવાની ઈચ્છા પૂરી થઈ શકે છે. બીજી તરફ, કોંગ્રેસ માટે મુશ્કેલીઓ વધી શકે છે, કારણ કે જે જગ્યા પર કોંગ્રેસનું કાર્યાલય છે એ જગ્યાને ભાજપનો ગઢ ગણવામાં આવે છે. અહીં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર છે, પરંતુ આ વખતે કોંગ્રેસે પણ પોતાના પ્રચારમાં કોઈ કમી રાખી નથી અને પાર્ટી પણ 3 દાયકાની હારને આ વખતે જીતમાં ફેરવવા માટે એડીચોડીનું જોર લગાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો