દુષ્કર્મ:અમદાવાદમાં પતિથી અલગ રહેતી મહિલાના મિત્રએ તેની 14 વર્ષની દીકરીને એક્ટિવા શીખવાડવાના બહાને પીંખી નાંખી

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મહિલાએ તેના પતિ સામે ઘીકાંટા કોર્ટમાં કેસ કર્યો હોવાથી તેનો પતિ સુરત ખાતે પાંચ વર્ષથી અલગ રહે છે
  • યુવક દીકરીને ઘરે પરત મુકીને ગયો પછી દીકરીએ તેની માતાને સમગ્ર હકિકત જણાવી
  • ​​​​​​​માતાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે આરોપીની ધરપકડ કરી

અમદાવાદમાં સગીરવયની દીકરીઓ પર જાતિય શોષણની ઘટનાઓ વધી રહી છે. આ ઘટનાઓમાં પરિવારની નજીકના વ્યક્તિઓ જ આરોપીઓ હોવાનું અનેક વખત સામે આવ્યું છે. ત્યારે શહેરમાં ફરીવાર એક સગીર વયની દીકરીને પરિવારની નજીકના જ વ્યક્તિએ પીંખી નાંખી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. શહેરના નારોલ વિસ્તારમાં પતિથી અલગ રહેતી મહિલાએ એક વ્યક્તિ સાથે મિત્રતા કરી હતી. આ વ્યક્તિએ જ મહિલાની 14 વર્ષની દીકરીને એક્ટિવા શીખવવાના નામે લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. દીકરીએ સમગ્ર બાબત માતાને કરતાં માતાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

મહિલા બે સંતાનો સાથે નારોલમાં રહે છે
પ્રાપ્ત વિગતો પ્રમાણે મૂળ બિહારની અને હાલ નારોલમાં રહેતી 36 વર્ષીય મહિલા એક 14 વર્ષની પુત્રી અને એક પુત્ર સાથે રહે છે. આ જ વિસ્તારમાં તે સિલાઈને લગતું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મહિલાએ તેના પતિ સામે ઘીકાંટા કોર્ટમાં કેસ કર્યો હોવાથી તેનો પતિ સુરત ખાતે પાંચ વર્ષથી અલગ રહે છે. મહિલાને ઘોડાસરમાં આવેલી પુષ્પક સોસાયટીમાં રહેતા કેતન નટવરલાલ પટેલ સાથે ત્રણેક વર્ષથી મિત્રતા થઈ હતી. જેથી આ કેતન મહિલાના ઘરમાં અવર જવર કરતો હતો.

માતાના મિત્રએ જ દીકરી પર બળાત્કાર ગુજાર્યો ( પ્રતિકાત્મક તસવીર)
માતાના મિત્રએ જ દીકરી પર બળાત્કાર ગુજાર્યો ( પ્રતિકાત્મક તસવીર)

યુવક મહિલાની દિકરીને એક્ટિવા શીખવવાના બહાને લઈ ગયો
ગત રવિવારે આ કેતન પટેલ મહિલાના ઘરે એક્ટિવા લઈને આવ્યો હતો. બાદમાં મહિલાની 14 વર્ષીય દીકરીને એક્ટિવા શીખવાડવા લઈ જવાનું કહી તે નીકળ્યો હતો. એક્ટિવા લઈને આ કેતન સગીરા સાથે નીકળ્યો અને બાદમાં સાંજે સાતેક વાગ્યે આવીને સગીરાને પરત મૂકી ગયો હતી. કેતન મહિલાના ઘરેથી નીકળી ગયો બાદમાં સગીરા તેની માતા સમક્ષ રડવા લાગી હતી. જેથી તેની માતાએ પૂછતાં તેણે કહ્યું કે કેતન અંકલ એક્ટિવા શીખવાડવા માટે ફ્લેટ પાસે લઈ ગયા અને ત્રણેક ચક્કર મરાવી નારોલ થઈ મકરબા લઈ ગયા હતા. મકરબા ગામમાં એક મકાનમાં લઈ જઇ આ મકાન બંધ કરી સગીરા સાથે શારીરિક સંભોગ કર્યો હતો. તેણે બાદમાં જણાવ્યું કે તારી મમ્મીને આ વાત કરતી નહી.

પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
જેથી મહિલા તેની પુત્રીને સારવાર માટે એક હોસ્પિટલમાં લઈ ગઈ હતી. બીજીબાજુ સરખેજ પોલીસને જાણ કરતા પોલીસે આરોપી કેતન સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી મેડિકલ કરાવી તપાસ શરૂ કરી છે. પતિથી અલગ રહેતી મહિલાએ એક વ્યક્તિ સાથે મિત્રતા કરી પણ આ પાપીનું પાપ મહિલાની દીકરીને ભોગવવું પડ્યું છે.