કુટુંબ સાથે મિલન:અમદાવાદમાં બિમાર પતિના અવસાન બાદ માનસિક સ્થિતિ બગડતાં વૃદ્ધ મહિલા ઘરેથી ભાગી ગઈ,હેલ્પલાઈનની ટીમે પરિવાર સાથે મેળાપ કરાવ્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • મહિલાને એક દિકરી જે સાસરે અને એક દિકરો જે છુટક મજુરી કરે છે

અમદાવાદમાં માનસિક રીતે અસ્થિર લોકો ફૂટપાથ પર સૂતેલા કે પછી અસ્તવ્યસ્ત રીતે રોડ પર ફરતા જોવા મળે છે. તેમનો પરિવાર પણ તેમની શોધખોળ કરીને તેમની ચિંતા કરતો હોય છે. આ પ્રકારના માનસિક અસ્થિર લોકો તેમજ મહિલાઓની મદદ માટે મહિલા હેલ્પલાઈન કાર્યરત છે. અમદાવાદ શહેરમાં એક વૃદ્ધ મહિલા માનસિક અસ્થિર હાલતમાં જણાતા લોકોએ મહિલા હેલ્પલાઈનની ટીમને ફોન કરીને જાણ કરી હતી. આ ટીમે તરત જ સ્થળ પર પહોંચીને મહિલાની પુછપરછ કરીને તેમના ઘરે મોકલી આપી હતી. બીજી તરફ પરિવારને આ મહિલાની સારી હોસ્પિટલમાં સારવાર કરાવવા માટેની સૂચના આપી હતી.

અભયમની ટીમને એક નાગરીકે ફોન કર્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે રસ્તામાં એક વૃદ્ધ મહિલા માનસિક રીતે અસ્થિર જણાતા એક વ્યક્તિએ હેલ્પલાઈનને ફોન કર્યો હતો. આ વ્યક્તિએ હેલ્પલાઈનને કહ્યું હતું કે એક મહિલા રસ્તા પર ફરી રહી છે તેની માનસિક સ્થિતિ બરાબર લાગતી નથી. તેમને પોતાનું સરનામું યાદ છે પણ તેઓ કહેતા નથી. અભયમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ત્યારે મહિલા માનસિક રીતે બિમાર હોવાનું દેખાઈ રહ્યું હતુ.

પતિનું મોત થવાથી મહિલાની માનસિક સ્થિતિ સારી નથી
હેલ્પલાઇનની ટીમે મહિલાને સાંતવના આપીને પુછપરછ કરી ત્યારે મહિલાએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસથી ઘરેથી નિકળી ગઈ છું બાદમાં તેમણે તેનું સરનામુ આપ્યું હતુ. જેથી અભયમની ટીમે આસપાસના લોકોની પુછપરછ કરીને મહિલાને તેના ઘરે લઈ ગયા હતા. બાદમાં જાણવા મળ્યું હતું કે, મહિલાના પતિનું બિમારીના કારણે મોત થયુ હોવાથી તેમની માનસિક સ્થિતિ સારી રહેતી નહોતી.

મહિલાને એક દિકરી જે સાસરે અને એક દિકરો છે
મહિલાને એક દિકરી જે સાસરે અને એક દિકરો જે છુટક મજુરી કરે છે.જેથી સંપૂર્ણ જવાબદારી જેઠ-જેઠાણી પર છે. મહિલા ઘરેથી ભાગી ત્યારે તેના દિકરા અને જેઠ-જેઠાણીએ શોધખોળ કરી હતી પરંતુ તે મળી આવી ન હતી. હેલ્પલાઇનની ટીમે મહિલાને સારવાર માટે હોસ્પિટલ મોકલવાની સલાહ આપી તથા મહિલાને સમયસર દવા લેવાની સલાહ આપીને ઘરેથી ભાગી ગયેલ માનસિક અસ્થિર મહિલાને તેના ઘરે પરત મોકલી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...