ઘરે બેઠા વેક્સિન:​​​​​​​અમદાવાદમાં 50 વર્ષથી ઉપરના અને 18 વર્ષથી ઉપરના દિવ્યાંગ લોકોને AMC ઘરે આવીને વેક્સિન આપશે

22 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • સવારે 9થી રાતે 9 સુધીમાં 6357094244, 6357094227 પર ફોન કરી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે
  • કોર્પોરેશનની વેબસાઈટ ahmedabadcity.gov.in પર પણ રજિસ્ટ્રેશન કરાવી શકશે

કોરોનાથી રક્ષણ મેળવવામાટે વેક્સિનેશન જરૂરી છે. જેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેક્સિનેશન કેમ્પથી લઈ ઘરે ઘરે વેક્સિન આપવા સુધીની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે હવે અમદાવાદમાં રહેતા 50 વર્ષથી ઉપરના લોકો અને 18 વર્ષથી ઉપરના દિવ્યાંગ લોકોને મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ ઘરે જઈ વેક્સિન આપશે. જેના માટે તેઓએ જાહેર કરેલા નંબર 6357094244, 6357094227 પર ફોન કરી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સવારે 9થી રાતે 9 સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે. ઉપરાંત કોર્પોરેશનની વેબસાઈટ ahmedabadcity.gov.in પર ઓનલાઇન લિંક દ્વારા પણ રજિસ્ટ્રેશન કરાવી આ સેવાનો લાભ લઈ શકશે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

આરોગ્ય વિભાગ દ્વારા રજિસ્ટ્રેશનનું વેરિફિકેશન કરી આગામી દિવસોમાં સવારે 9થી સાંજે 7 સુધીમાં લાભાર્થીએ જે ઘરે હાજર સમય આપ્યો હશે ત્યારે વેક્સિન આપવામાં આવશે. જે લોકોને પહેલો ડોઝ લેવાનો બાકી છે તેમજ બીજો ડોઝ લેવાનો સમયગાળો પૂર્ણ થઈ ગયો હોય તેઓ આ સેવાનો લાભ લઇ શકશે. આવતીકાલથી આ ઘરે બેઠા વેક્સિન સેવાનો લાભ લઇ શકશે. અમદાવાદમાં 5 ઓક્ટોમ્બર સુધીમાં 66.84 લાખ લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે જેમાં 44.79 લાખ લોકોને પહેલો ડોઝ અને 22.04 લાખ લોકોને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. અમદાવાદના 97% લોકો પહેલો અને 49% ટકા લોકોને બીજો ડોઝ લઇ ચુક્યા છે.

અમદાવાદમાં 44,79,779 લોકોએ પ્રથમ ડોઝ લીધો
અમદાવાદ શહેરના નાગરિકોને કોવિડ-19 રોગથી રક્ષણ મળે તે માટે મોટાપાયે વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં કુલ 66,84,515 લોકોને ડોઝ આપવામાં આવ્યા છે. જેમા 44,79,779 લોકોએ પ્રથમ ડોઝ જ્યારે 22,04,736 લોકોએ બંને ડોઝ લીધા છે. એટલે કે શહેરમાં કોવિડ-19 વેક્સિનેશનનો પ્રથમ ડોઝ 97% નાગરિકોને અને બીજો ડોઝ 49% નાગરિકોને આપવામાં આવ્યા છે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

AMCનો 100% પ્રથમ ડોઝનો ટાર્ગેટ
અમદાવાદમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓને 100% પ્રથમ ડોઝ મળી રહે તેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યરત બી.આર.ટી.એસ, કાંકરિયા લેકફ્રન્ટ, કાંકરિયા ઝૂ, સાબરમતી રિવરફ્રન્ટ, લાઈબ્રેરી, જિમખાના, સ્વિમિંગ પુલ સહિતની કોર્પોશનની બિલ્ડિંગમાં પ્રવેશ મેળવવા વેક્સિન ફરજિયાત છે.

આટલા સ્થળો પર વેક્સિન વગર નો-એન્ટ્રી
AMC દ્વારા અમલમાં મુકવામાં આવેલા નિર્ણય અનુસાર વેક્સિનેશન ઝુંબેશને વધુ વેગ મળી રહે તેમજ શહેરના તમામ નાગરિકોને 100% પ્રથમ ડોઝ મળી રહે તેને ધ્યાનમાં રાખીને શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી પ્રાઈવેટ પ્રિમાઈસીસ જેવા કે, શોપિંગ મોલ, થિયેટરો, કલબ,કોમર્શિયલ કોમ્પલેક્ષ, પાર્ટીપ્લોટ, ધાર્મિક સ્થળો,પર્યટન સ્થળો પર એન્ટ્રી માટે વેક્સિનનો પ્રથમ અથવા બંને ડોઝ લેવા ફરજિયાત છે, એટલે વેક્સિન વગરના કોઈપણ વ્યક્તિને આ સ્થળો પર પ્રવેશ આપવામાં નહીં આવે.

અન્ય સમાચારો પણ છે...