રેકોર્ડબ્રેક વેક્સિનેશન:અમદાવાદમાં 293 દિવસમાં જ 46.80 લાખ લોકોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં 18થી વધુ વયના અંદાજે 46.25 લાખ લોકો છે, બહારથી સ્થાયી થયેલાની સંખ્યા ઉમેરતા ટકાવારી 100ને પાર
  • એક વ્યક્તિ રસીમાં બાકી ન રહી જાય તે માટે મ્યુનિ.ની વિશેષ ઝુંબેશ

અમદાવાદમાં રેકોર્ડબ્રેક 101 ટકા લોકોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. શહેરમાં 18 વર્ષ કરતા મોટી ઉંમરના લોકોની અંદાજિત વસતી 46.25 લાખ છે જેની સામે 46.80 લાખ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ મળી ગયો છે જ્યારે 56.27 ટકા એટલે કે 26.33 લાખ લોકોએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે. શહેરમાં સ્થળાંતર કરનારાઓની સંખ્યામાં સતત વધારો થતો હોવાથી વેક્સિનેશનની ટકાવારી 100 ટકા કરતા વધી હોવાનું મ્યુનિ. અધિકારીઓ જણાવી રહ્યાં છે.

દેશમાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશનનો પ્રારંભ થયો હતો એટલે કે અભિયાનને શરૂ થયે 293 દિવસ થયા છે. શહેરમાં પણ પહેલા જ દિવસથી એગ્રેસિવ વેક્સિનેશનની શરૂઆત થઈ હતી. જોકે અમદાવાદમાં હજુ ઘણા વિસ્તારો છે જ્યાંના લોકો વેક્સિન લેવા સામે આવી રહ્યાં નથી. કેટલાકને બીજો ડોઝ લેવાની મુદત પુરી થઈ ચૂકી છે તેમ છતા રસી લઈ રહ્યાં નથી.

બાકી હોય તે અચૂક રસી લઈ લે
મ્યુનિ. કમિશનર મુકેશ કુમારે જણાવ્યું હતું કે, લોકોના સહકાર અને મ્યુનિ.ના પ્રયાસોથી રસીની ટકાવારી વધી છે, પરંતુ હજુ ઘણા લોકોએ વેક્સિન લેવાની બાકી છે તે અચૂક લઈ છે. કારણ કે, તેમની લાપરવાહી અન્ય લોકો માટે ઘાતક સાબિત થઈ શકે છે.

દિવાળીને લીધે વેક્સિનેશન ઘટ્યું
છેલ્લા ત્રણ દિવસમાં શહેરમાં માત્ર 27,828 લોકોએ વેક્સિન લીધી હતી. દિવાળીના હિસાબે વેક્સિનેશનમાં ઘટાડો થયો છે. લોકોની હજુ માન્યતા છે કે, વેક્સિન લીધા બાદ તાવ આવતો હોય છે તે ભયના કારણે વેક્સિન લેતા નથી. બીજો ડોઝ લેવાનો બાકી છે એવા લોકો તહેવાર હોવાથી વેક્સિન લેવાનું ટાળી રહ્યાં છે.

15 હોસ્પિટલ, 10 અર્બન હેલ્થ સેન્ટરમાં આજે પણ રસી મળશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દિવાળીની રજાના દિવસોમાં પણ 15 સરકારી હોસ્પિટલ અને 10 કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં વેક્સિનેશન કાર્યક્રમ શરૂ રાખવા નિર્ણય કર્યો છે. બેસતા વર્ષે શુક્રવારે પણ આ સ્થળો પર લોકો વેક્સિન લઈ શકશે. શહેરની બાકીની 125થી વધુ વેક્સિનેશન સાઈટ શનિવારથી કાર્યરત થશે. જેમાં અર્બન હેલ્થ સેન્ટર-કમ્યુનિટી હેલ્થ સેન્ટર 107, કમ્યુનિટી હોલ – 19, આંગનવાડી – 2 અને વોર્ડ ઓફિસ -8 નો સમાવેશ થયો છે. મ્યુનિ. ની 263 જેટલી વેક્સિનેશન ટીમ કાર્યરત છે.

કુલ 73.13 લાખ ડોઝ મૂકાયા​​​​​​​

હેલ્થ કેર વર્કર્સ2,03,675
ફ્રન્ટ લાઈન વર્કર્સ3,45,090
18થી 44 વર્ષના લોકો41,54,658
45થી 60 વર્ષના લોકો16,21,330
60 વર્ષથી મોટી ઉંમરના લોકો9,88,186

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...