તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • In Ahmedabad, Alcoholics Will Be Caught On The Basis Of Speech behavior And Gait, Not On Breath Analyzer, Blood Test Of Suspects Will Be Done

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાને કારણે પોલીસ મોં નહીં સૂંઘે:અમદાવાદમાં દારૂ પીધેલાને બ્રેથ એનેલાઇઝરથી નહીં, વાણી-વર્તન અને ચાલને આધારે પકડાશે, શંકાસ્પદોના બ્લડ ટેસ્ટ કરાશે

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
શહેરના 30 એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ રાતે 9 વાગ્યાથી લોક કરી દેવાશે. - Divya Bhaskar
શહેરના 30 એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ રાતે 9 વાગ્યાથી લોક કરી દેવાશે.
 • 31 ડિસેમ્બરે 30 એન્ટ્રી અને એક્ઝ્ટિ પોઇન્ટ લોક કરી કર્ફ્યૂનો કડક અમલ
 • કારણ વગર કોઈ બહાર દેખાશે તો પોલીસ ગુનો નોંધી જેલમાં પૂરી દેશે

કોરોનાની મહામારીના કારણે ચાલુ વર્ષે 31મી ડિસેમ્બરે તમામ ઊજવણી બંધ રખાઇ છે. જ્યારે રાતે 9 વાગ્યાથી કર્ફ્યૂ હોવાથી પોલીસ શહેરના 30 એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ લોક કરીને કામ વગર ઘરની બહાર નીકળનારા સામે ગુનો નોંધી જેલમાં પૂરી દેશે. આ વર્ષે પહેલી વખત દારૂડિયાઓને પકડવા માટે પોલીસ બ્રેથ એનેલાઈઝર મશીનનો ઉપયોગ નહીં કરે તેમજ કોઈનું મોઢું પણ નહીં સૂંઘે. પણ દારૂડિયાઓને વાણી-વર્તન અને તેની ચાલના આધારે પકડશે. ઉપરાંત શંકાસ્પદ લોકોની ખરાઈ બ્લડ રિપોર્ટના આધારે કરાશે.

પોલીસ કંટ્રોલરૂમના ડીસીપી ડો. હર્ષદ પટેલે જણાવ્યું કે, ઈમરજન્સી વિના બહાર નીકળનારને જેલમાં ધકેલી દેવાશે. શહેરના 30 એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ રાતે 9 વાગ્યાથી લોક કરી દેવાશે. જ્યારે શહેરની અંદરના 250થી 300 નાકાબંધી પોઈન્ટ પર પણ પોલીસ 9 વાગ્યાથી જ તહેનાત થઇ કર્ફ્યૂનો કડક અમલ કરાવશે.

બહારગામ ગયા હોય તો પણ રાતે 9 પહેલાં ઘરે પહોંચી જવું પડશે
ડીસીપી કંટ્રોલ ડો.હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, જો કોઈ વ્યકિત 31મી ડિસેમ્બરે રાતે બહાર કે બહારગામ ગઇ હોય, તો તેણે 9 વાગ્યા સુધીમાં પાછા ઘરે પહોંચી જવું. જો 9 વાગ્યા પછી રોડ પર પકડાશે અને વ્યાજબી કારણ નહીં જણાય તો તેની સામે કર્ફ્યૂ ભંગ તેમજ જાહેરનામાના ભંગ અંગે ગુનો નોંધી ધરપકડ કરાશે. યોગ્ય કારણ રજૂ કરનાર વ્યક્તિના કારણની ખરાઈ કર્યા પછી જ તેને જવા દેવાશે.

શહેરનાં ફાર્મ હાઉસો પર બાજનજર રખાશે
અમદાવાદ શહેરની આસપાસ આવેલા જિલ્લાઓમાં નાઈટ કર્ફ્યૂ નથી. આથી લોકો ત્યાં એકઠા પાર્ટી કરવા ભેગા થશે. આમ ફાર્મ હાઉસો અને વીક એન્ડ હોમ્સ પર સવારથી જ સ્થાનિક પોલીસની બાજ નજર રહેશે. તેમજ સતત પેટ્રોલિંગ પણ કરશે.

ઓગણજમાં બીયરના 7 ટિન સાથે 2 ઝડપાયા
પોલીસે 30મીએ સાંજે જ તમામ ફાર્મ હાઉસને કોઈ પણ પ્રકારની પાર્ટી નહીં કરવા સૂચના આપી હતી. ત્યારબાદ રાત્રે પોલીસે ફાર્મ હાઉસ પર સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું, જેમાંથી ઓગણજના એક ફાર્મમાંથી 7 બીયરના ટિન સાથે બે પકડાયા હતા.

શહેરનાં મુખ્ય સ્થળો પર પોલીસ તહેનાત
31મીએ રાતે સીજી રોડ, એસજી હાઈવે, કાંકરિયા, રિવરફ્રન્ટ સહિતના સ્થળે લોકો ભેગાં ન થાય તે માટે સાંજે 7 વાગ્યાથી આ તમામ જગ્યાએ સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાંચ, એસઓજી સહિતની એજન્સીના અધિકારીઓ-કર્મચારીઓ તહેનાત રહેશે.

4 હજાર પોલીસ કર્મચારી તહેનાત રહેશે

 • 07 ડીસીપી
 • 14 એસીપી
 • 50 પીઆઈ
 • 100 પીએસઆઈ
 • 3500 પોલીસ કર્મી

1800 સીસીટીવીથી બાજ નજર રખાશે
અમદાવાદના તમામ રસ્તાઓ ઉપર 1800 જેટલા સીસીટીવી કેમેરા લાગેલા છે. જેનું મોનિટરિંગ પોલીસ કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવે છે. જેથી 31 મી એ રાતે લોકોની ભીડ ભેગી ન થાય તેમજ કોઈ ક્યાંય ઉજવણી ન કરે તે માટે કંટ્રોલ રૂમના કેમેરામાંથી પણ શહેરભરમાં નજર રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો