ટ્રાફિક બ્રિગેડમાં ભરતી:અમદાવાદમાં 700 TRB જવાનોની ભરતી સામે 9 પાસ ઉમેદવારો સહિત 18 હજાર લોકોએ ફોર્મ ભર્યાં, 23 એપ્રિલથી ભરતી પ્રક્રિયા શરૂ કરાશે

અમદાવાદએક મહિનો પહેલા

ટ્રાફિક પોલીસને મદદ મળી રહે તે માટે અમદાવાદમાં 700 ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવામાં આવશે. અગાઉ 700 TRB (ટ્રાફિક બ્રિગેડ જવાન) જવાનોને એક સાથે છૂટા કરવામાં આવ્યા હતા, જે બાદ હવે એક સાથે 700 TRB જવાનોની ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે ફોર્મ બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં 18000 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

23 એપ્રિલથી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે
ટ્રાફિક પોલીસને મદદરૂપ થવા માટે ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવામાં આવશે. અમદાવાદમાં 700 જેટલા TRB જવાનોની આગામી સમયમાં ભરતી કરવામાં આવશે. આ ભરતીને લઈને ટ્રાફિક વિભાગ દ્વારા તૈયારી કરવામાં આવી છે. 23 એપ્રિલથી ભરતી અંગેની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સૌપ્રથમ 800 મીટરની ફિઝિકલ પરીક્ષા લેવામાં આવશે. જેમાં પાસ થયેલા ઉમેદવારોની પુશઅપ અને પુલઅપની પરીક્ષા લેવામાં આવશે અને બાદમાં લેખિત પરીક્ષા યોજાશે.

પરીક્ષા બાદ TRB જવાનોને ટ્રેનિંગ આપવામાં આવશે
​​​​​​​આ વખતે પરીક્ષા બાદ TRB જવાનોને ટ્રેનિંગ આપવામાં આવશે. TRB જવાનોની ગેરરીતિના કિસ્સા અગાઉ પ્રકાશમાં આવ્યા બાદ હવે TRB જવાનોની ભરતી કર્યાં બાદ તેમણે ડીસીપ્લીન, નિયમિતતા અને પ્રમાણિકતાની ટ્રેનિંગ આપવામાં આવશે.આ ભરતી થયેલાં ઉમેડવારીને હાલ પૂરતી 3 વર્ષ માટે નિમણૂંક કરવામાં આવશે જે બાદ આગળનો નિર્ણય કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...