નવી વ્યવસ્થા:અમદાવાદમાં SVP પછી LG અને હવે સિવિલ હોસ્પિટલ ખાતેથી મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શન મળશે

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
હવે સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શન મળશે - Divya Bhaskar
હવે સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શન મળશે
  • ઇન્જેકશનના વિતરણ બાબતે 6357365462 પરથી સંપૂણ માહિતી મેળવી શકાશે

કોરોનાની મહામારી વચ્ચે મ્યુકોરમાઈકોસિસના કેસમાં સતત વધારો થયો છે. જેની સારવારમાં એમ્ફોટેરિસિન-બી ઈન્જેક્શન કારગત સાબિત થઈ રહ્યું છે. આ ઈન્જેક્શન દર્દીઓને સરળતાથી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. અગાઉ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓને આ ઈન્જેક્શન SVP હોસ્પિટલમાંથી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ LG હોસ્પિટલ અને હવે સિવિલ હોસ્પિટલમાંથી આ ઈન્જેક્શન મળશે તેવી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ઇ-મેલ થી જાણ કરશે
અમદાવાદની ખાનગી હોસ્પિટલોએ ઓફિશયલ ઇમેલ આઇ.ડી. chaamphobdistribution@gmail.com ઉપર દર્દીની માહિતી મોકલી આપવાની રહેશે. વ્યક્તિગત ઇમેલ કે ઓફિશિયલ આઇ.ડી. સિવાય અન્ય ઇમેલ પરથી આવેલ ડેટાને માન્ય રાખવામાં આવશે નહી. આ ઇમેલ મળ્યેથી મળેલ માહિતીનું સિવિલ હોસ્પિટલ અમદાવાદના ઇ.એન.ટી. વિભાગ, ઓપ્થેલ્મોલોજી અને મેડિસીન વિભાગના ડોક્ટરોની ટીમ દ્વારા વેરીફીકેશન કરવામાં આવશે. ખરાઇ કર્યા બાદ જ એમ્ફોટેરિસિન-બી ઇન્જેકશન ઉપલબ્ધ જથ્થા પ્રમાણે ખાનગી હોસ્પિટલોને ફાળવણી અંગે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ઇ-મેલ થી જાણ કરવામાં આવશે.

અગાઉ SVP અને LG હોસ્પિટલમાં લોકોની લાઈનો લાગી હતી
અગાઉ SVP અને LG હોસ્પિટલમાં લોકોની લાઈનો લાગી હતી

જથ્થા પ્રમાણે ઇન્જકેશનનું વિતરણ કરવામાં આવશે
અમદાવાદની ખાનગી હોસ્પિટલોએ ગુજરાત સરકાર દ્વારા નક્કી કરાયેલ ભાવ પ્રમાણે જ એમ્ફોટેરિસિન-બી ઇન્જેશનનું પેમેન્ટ સિવિલ હોસ્પિટલ અમદાવાદનાં એકાઉન્ટમાં ઓનલાઇન અથવા સિવિલ હોસ્પિટલ અમદાવાદના ઓ.પી.ડી. બિલ્ડીંગ ખાતેના કેશ કાઉન્ટર નંબર 12 ખાતે કેશ જમા કરાવવાનું રહેશે. ગુજરાત સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવાતા જથ્થાની ઉપલ્ધતાના આધારે જ ઇન્જકેશનનું વિતરણ કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલ ખાતે એમ્ફોટેરિસિન-બી ઇન્જેકશનના વિતરણ બાબતે 6357365462 પર સંપૂણ માહિતી મેળવી શકાશે.

દર્દીઓએ નીચે મુજબના ડોક્યુમેન્ટ્સ મોકલવાના રહેશે.

  • સી-ફોર્મની સેલ્ફ એટેસ્ટેડ સ્કેન કરેલ કોપી
  • દાખલ દર્દીના કેસની વિગત(તબીબના પ્રિસ્ક્રીપ્શન(અસલ) તેમજ કેસની હિસ્ટ્રીશીટ)
  • દર્દીના આધારકાર્ડની નકલ
  • મ્યુકરમાઇકોસીસના નિદાનની વિગત
  • સારવાર આપતા તબીબનો ભલામણપત્ર
  • હોસ્પિટલના અધિકૃત અધિકારીનું નામ અને મોબાઇલ નંબર મોકલવાની રહેશે.
અન્ય સમાચારો પણ છે...