અમદાવાદ સહિત રાજ્યભરમાં અનેક વખત હાથમાં તલવાર લઈને જાહેરમાં બર્થ ડે ઊજવવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી, પરંતુ પોલીસ કાર્યવાહીને કારણે થોડા સમયથી આવી ઘટનાઓ બંધ થઈ ગઈ હતી, પરંતુ ફરીવાર આવી ઘટનાઓ શરૂ થવા પામી છે. અમદાવાદના સૈજપુર બોઘા વિસ્તારમાં તલવારથી કેક કાપતો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયો ના પગલે કૃષ્ણનગર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. મોડી રાત્રે એક યુવક દ્વારા વાહન ઉપર ‘રાજા’ નામ લખેલી 4 કેક મૂકીને તલવારથી કાપી હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.પોલીસે આખરે કેક કાપનાર યુવકની ધરપકડ કરી છે.
તલવાર વડે વીડિયો કાપતા વ્યક્તિને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. કેક કાપનાર પ્રતીક સોલંકીને તેના ઘરેથી જ પોલીસે ઝડપી પાડ્યો હતો. પ્રતિક ડ્રાઈવિંગનો ધંધો કરે છે. પોલીસે તેની હથિયાર રાખવાના જાહેરનામાનો ભંગ કરવાનો ગુનો દાખલ કર્યો છે.
પોલીસે વાઇરલ વીડિયોની તપાસ શરૂ કરી
કૃષ્ણનગર પોલીસ દ્વારા આ મામલે હાલમાં યુવકની શોધખોળ હાથ ધરીને તેની સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ એ જે ચૌહાણે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં તલવાર વડે કેક કાપતો હોવાનો વાયરલ વીડિયો અમારા સુધી પહોંચ્યો છે. સોશિયલ મીડિયામાં મોડી રાત્રે યુવક દ્વારા બે વાહન પર 4 કેક મૂકીને તલવારથી કેક કાપતો હોવાનો વીડિયો વાઇરલ થયો હતો.
ખુલ્લેઆમ હથિયારો રાખતા અનેક સવાલો ઉભા થયા
જાહેરમાં તલવાર વડે કેક કાપવામાં આવતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી હાલમાં યુવક કોણ હતો તે હજી સુધી જાણવા મળ્યું નથી.જોકે પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરીને તેની સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. અવારનવાર આ રીતે જાહેરમાં તલવારથી કેક કાપતા હોવાના વીડિયો વાયરલ થતા હોય છે. પોલીસના ડર વગર જ આ રીતે ખુલ્લેઆમ કેટલાક તત્વો આ રીતે હથિયારો રાખતા અનેક સવાલો ઉભા થયા છે.
અમરાઈવાડીમાં બાપ બેટાની ધરપકડ કરાઈ હતી
તાજેતરમાં જ અમદાવાદના અમરાઈવાડીમાં કેટલાક ટપોરીઓએ હાથમાં તલવાર અને છરા લઈને જાહેરમાં બર્થડે પાર્ટીની ઉજવણી કરી હતી. આ ઘટનામાં પોલીસે આરોપી બાપ-બેટાની ધરપકડ કરી હતી. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રાજેશ અને કિશન રાજપૂતે જાહેરમાં બર્થડે પાર્ટીની ઉજવણી કરી હતી. કિશન રાજપૂતનો જન્મદિવસ હોવાથી તેની સાથે રાજેશ સહિતના ટપોરીઓ હાથમાં તલવાર અને છરા લઈને જાહેરમાં કેક કાપી રહ્યા હતા. તેમણે જાહેરમાં કેક કાપીને ફટાકડા પણ ફોડ્યા હતા. આ દરમિયાન નજીકમાં રહેતાં ASI જગજીવનભાઈ પરમારે આ પ્રકારે જન્મદિવસની ઉજવણી નહીં કરવા જણાવતાં કિશન સહિતના લોકોએ તેમની ગાડીના કાચ તોડી નાખ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.