• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In Ahmedabad, After 32 Years Of Marriage, The Wife Did Not Have Children, The Husband Brought His Girlfriend Home And Started Living In A Live in, The Wife Committed Suicide Out Of Boredom.

પતિ,પત્ની ઓર વો:​​​​​​​અમદાવાદમાં લગ્નના 32 વર્ષે પણ પત્નીને સંતાન ન થયા, પતિ પ્રેમિકાને ઘરે લાવી લિવ ઈનમાં રહેવા લાગ્યો, પત્નીનો આપઘાત

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • મહિલાની આત્મહત્યા બાદ તેને બ્લડપ્રેશરની બીમારીમાં ખપાવવા જતા પોલીસ એલર્ટ થઈ

અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં એક મહિલાએ તેના પતિ અને પ્રેમિકાના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હતી. 32 વર્ષના લગ્નજીવન બાદ પણ તેને ઘરમાં ત્રાસ મળતા આખરે મહિલાએ આત્મહત્યા કરી હતી. આ અંગે સોલા પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા માટે જવાબદાર લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પરિવારજનોએ બ્લડપ્રેશરની બીમારી હોવાનું કહ્યું હતું
અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં એક મહિલાની તબિયત અચાનક લથડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેને મૃત જાહેર કરાઇ હતી પરંતુ મૃત્યુ પાછળ પરિવારજનો મહિલાને બ્લડપ્રેશરની બીમારી હોવાનું જણાવતા હતા પરંતુ ખરેખર મહિલાનું મોત શંકાસ્પદ લાગતા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી.

મૃતક પત્ની
મૃતક પત્ની

પતિ, પત્ની અને પ્રેમિકા એક જ ઘરમાં રહેતા હતા
પોલીસે આ સમગ્ર મામલે તપાસ થાય તે માટે મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ કરવા માટે નક્કી કર્યો હતો. પીએમ રિપોર્ટમાં આ મહિલાનું મોત બ્લડ પ્રેશરના કારણે નહીં પણ આત્મહત્યા કરવાના કારણે થયું હોવાનું બહાર આવ્યો હતો. પોલીસે મૃતક મહિલાના પતિને કડક પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે, મૃતક મહિલા સાથેના લગ્ન 32 વર્ષ પહેલા થયા હતા લગ્ન જીવનમાં તેમને અત્યાર સુધી કોઈ સંતાન થયું ન હતું. અઢી વર્ષ પહેલા તે બે દીકરાની માતાને પોતાની સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેવા માટે લઈ આવ્યો હતો. એક જ ઘરમાં પત્ની પતિ અને પ્રેમિકા સાથે રહેતા હતા. આ દરમિયાન પતિ અને પ્રેમિકા મહિલાને સતત માનસિક ત્રાસ આપતા તેમજ ઘરમાંથી બહાર નીકળી જવાની ધમકી વાગતા હતા જેથી કંટાળીને મહિલાએ આત્મહત્યા કરી લીધી હતી.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

પોલીસ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો
આ બનાવની જાણ થયા બાદ સોલા પોલીસે મૃતક મહિલાના મોત માટે જવાબદાર વ્યક્તિઓ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા અંગેનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ પોલીસને ખોટું બોલી ગેરમાર્ગે દોરવા અંગે પણ નવો ગનો નોંધવા માટે પ્રક્રિયા હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...