તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In Ahmedabad, A Youth From India Colony Cut A Cake With Small Children In A Slum Area Of Maninagar On His Birthday And Distributed 70 Food Packets.

અનોખી ઉજવણી:અમદાવાદમાં ઇન્ડિયા કોલોનીના યુવકે બર્થ-ડે પર મણિનગરના સ્લમ વિસ્તારમાં નાનાં બાળકો સાથે કેક કાપી ફૂડ પેકેટ્સ ડિસ્ટ્રિબ્યુટ કર્યા

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
મણિનગરના સ્લમ વિસ્તારના બાળકોને ફૂડ પેકે્ટસ વહેંચની જન્મદિવસ મનાવ્યો - Divya Bhaskar
મણિનગરના સ્લમ વિસ્તારના બાળકોને ફૂડ પેકે્ટસ વહેંચની જન્મદિવસ મનાવ્યો
  • જિગ્નેશે નાના બાળકોને 70 જેટલા ફૂડ પેકેટ્સની વહેંચ્યાં
  • આ સિવાય વૃદ્ધોને પણ સેલિબ્રેશનમાં જોડ્યા હતા

અમદાવાદના ઇન્ડિયા કોલોની વિસ્તારમાં રહેતા એક યુવકે બર્થડેની અનોખી ઉજવણી કરી છે. તેણે જન્મદિવસ પર મણિનગરના સ્લમ વિસ્તારમાં રહેતા નાનાં ભૂલકાંઓ સાથે બર્થ-ડે સેલિબ્રેશન કરી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેટલું જ નહીં સાથે સાથે ભૂલકાંઓને ફૂડ પેકેટ્સ પણ ડિસ્ટ્રિબ્યુટ કર્યા છે.

સ્લમ વિસ્તારના બાળકો સાથે બર્થ-ડેનું સેલિબ્રેશન કર્યું
સ્લમ વિસ્તારના બાળકો સાથે બર્થ-ડેનું સેલિબ્રેશન કર્યું

70 જેટલાં બાળકોને ફૂડ પેકેટ્સ વહેંચ્યા
ઇન્ડિયા કોલોની વિસ્તારમાં રહેતા જિગ્નેશ ફુમકિયાએ જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી છે. તેણે જન્મદિવસ પર મિત્રો સાથે મળી મણિનગરના એક સ્લમ વિસ્તારમાં રહેતા નાનાં બાળકો સાથે કેક કાપી હતી. સાથે જ કોરોનાકાળમાં તેઓ ઘરેથી જ બાળકો માટે હેલ્થી ફૂ઼ડ પેકેટ્સ પણ બનાવીને લઈ ગયા હતા અને તેમને વહેંચ્યા હતા. જિગ્નેશે અંદાજે 70 જેટલા ફૂડ પેકેટ્સની વહેંચણી કરી હતી. તેટલું જ નહીં આ સિવાય વૃદ્ધોને પણ તેમણે સેલિબ્રેશનમાં જોડ્યા હતા.

યુવક ઘરેથી ભૂલકાંઓ માટે ફૂડ પેકેટ્સ બનાવીને લઈ ગયો હતો
યુવક ઘરેથી ભૂલકાંઓ માટે ફૂડ પેકેટ્સ બનાવીને લઈ ગયો હતો

સોશિયલ વર્ક સાથે સેલિબ્રેશન કરવું જોઈએ
જિગ્નેશ આ વિશે જણાવતા કહે છે કે, ‘આજના યંગસ્ટર્સે આ રીતે જન્મદિવસની ઉજવણી કરવી જોઈએ. તેટલું જ નહીં ઘરમાં આવતા કોઈપણ સેલિબ્રેશન વખતે સોશિયલ વર્ક કરવું જોઈએ. જે લોકોને ખરેખર જરૂર છે તેવા લોકોને મદદ કરવી જોઈએ. જેથી તેમને મદદ પણ મળી રહે અને આપણું સેલિબ્રેશન પણ થઈ જાય.’

અન્ય સમાચારો પણ છે...