તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક ફૂલ દો માલી:અમદાવાદમાં એક યુવતી બે યુવકોને પ્રેમ કરતી હતી, પ્રેમિકાને પામવા યુવકે બીજા પ્રેમીનું અપહરણ કરી નગ્ન કરીને વીડિયો ઉતાર્યો

અમદાવાદએક મહિનો પહેલા
આરોપી મિત પટેલની પોલીસે ધરપકડ કરી
  • આરોપીઓએ ફરિયાદી યુવકનો નગ્ન વીડિયો બનાવીને ડિલેટ કરી દીધો હોવાથી પોલીસે તેમનો મોબાઈલ FSLમાં મોકલ્યો

અમદાવાદના પોશ વિસ્તારમાં એક યુવતી બે યુવકોને પ્રેમ કરતી હોવાથી પ્રેમીઓ વચ્ચે તકરાર ઉભી થઈ હતી. પોતાની પ્રેમિકાને પામવા માટે એક પ્રેમીએ બીજા પ્રેમીનું પોતાના મિત્રો સાથે મળીને અપહરણ કર્યું હતું અને તેને નગ્ન કરીને વીડિયો પણ ઉતારી લીધો હતો. બાદમાં તેને ગુપ્તભાગમાં માર પણ માર્યો હતો. આ ઘટનામાં સોલા પોલીસે બે શખસોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

યુવતી એક સાથે બે યુવકો સાથે સંબંધ રાખતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના સોલા વિસ્તારમાં એક યુવતી બે યુવકો સાથે સંબંધ રાખતી હતી. આ યુવતીનો એક પ્રેમી તેના બીજા પ્રેમીની રેકી કરીને તેનું પોતાના મિત્રો સાથે મળીને અપહરણ કર્યું હતું. તેને કારની ડેકીમાં નાંખીને કોઈ અવાવરુ જગ્યાએ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં યુવકને નગ્ન કરીને ગુપ્તાંગ પર માર મારીને વીડિયો રેકોર્ડિંગ પણ કરી લીધું હતું.

આરોપી મિત પટેલ અને તેનો મિત્ર
આરોપી મિત પટેલ અને તેનો મિત્ર

આરોપી પ્રેમિકાના મોબાઈલમાં રીતેશનો મેસેજ જોઈ ગયો
પ્રણય ત્રિકોણની ફિલ્મી વાર્તાની જેમ રિતેશ પટેલને છેલ્લા 6 વર્ષ થી એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. એક ગામના રહેવાસી હોવાથી સ્કૂલ સમયથી પ્રેમ પાંગણ્યો હતો. જ્યારે આરોપી મિત પટેલ ડી જે નું કામ કરે છે. 6 મહિના પહેલા ડી જે પાર્ટીમાં આ યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને બન્ને વચ્ચે પ્રેમ શરૂ થયો હતો. યુવતી બન્ને પ્રેમીઓ સાથે સબંધ રાખ્યો હતો. એક દિવસ આરોપી મિત પટેલ પોતાની પ્રેમિકાના મોબાઈલમાં રિતેશ સાથેની વાતચીતના મેસેજ જોઈ ગયો હતો.

પોલીસે આરોપીનો મોબાઈલ FSLમાં મોકલ્યો
પ્રેમિકાએ રિતેશ મારવાની ધમકી આપીને બ્લેકમેઇલ કરે છે એટલા માટે સબંધ રાખવાનું જણાવ્યું હતું. જેથી ઉશ્કેરાયેલા મિત પટેલે પોતાના મિત્રો સૌરીન પટેલ, ચિરાગ યાદવ અને દિપક પટેલ સાથે મળીને રિતેશની રેકી કરી અપહરણ કરીને પોતાની પ્રેમીકા થી દુર રહેવાની ધમકી આપીને માર માર્યો હતો.સોલા પોલીસે આ કેસમાં મિત પટેલ દિપક પટેલ, સૌરીન પટેલ અને ચિરાગ યાદવની ધરપકડ કરી છે. આરોપીઓએ ફરિયાદી યુવકનો નગ્ન વીડિયો બનાવીને ડિલેટ કરી દીધો હોવાથી પોલીસે તેમનો મોબાઈલ FSLમાં મોકલીને ડેટા મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે. આ ઉપરાંત આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો