તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊલટી ગંગા:અમદાવાદમાં યુવતીએ યુવકને બીભત્સ ઈશારા કરી તેની પત્નીને માર માર્યો, જાતે હાથ પર બ્લેડ મારી પોલીસ સ્ટેશન પહોંચી

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પત્ની આ યુવતીને સમજાવવા ગઈ હતી, જેમાં મામલો બિચકતાં પોલીસ સ્ટેશનમાં વાત પહોંચી

સામાન્ય રીતે યુવક યુવતીઓ સામે ગંદા ઈશારા કરી છેડતી કરતા હોવાના કિસ્સા સાંભળ્યા છે, પરંતુ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેમાં પે એન્ડ યુઝમાં નોકરી કરતા યુવકને સ્થાનિક યુવતી બીભત્સ ઈશારા કરે છે. આ બાબતે યુવકે તેની પત્નીને આ વાત કરતાં તે આ યુવતીને સમજાવવા ગઈ હતી, જેમાં મામલો બિચકતાં પોલીસ સ્ટેશનમાં વાત પહોંચી હતી. સમાધાન થતાં મહિલાએ યુવતી સામે અરજી આપી હતી. જોકે બાદમાં ફરી યુવતીએ બોલાચાલી કરતાં દંપતી અને યુવતી પોલીસ સ્ટેશન ગયાં હતાં. યુવતીએ જાતે હાથ પર બ્લેડથી ઈજાઓ પહોંચાડી હતી. શાહીબાગ પોલીસે યુવતી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

યુવતી દરરોજ બીભત્સ ઈશારા કરતી હોવાથી પતિએ પત્નીને વાત કરી
મૂળ બિહારની અને હાલ બાપુનગરમાં રહેતો યુવક શાહીબાગ વિસ્તારમાં પે એન્ડ યુઝમાં નોકરી કરે છે. નજીકમાં આવેલી એક ચાલીમાં રહેતી યુવતી આ યુવકને જોઈને બીભત્સ-ગંદા ઈશારા કરતી હતી. આવું ન કરવાનું કહેવા છતાંય તે ઈશારા કરતી હતી. યુવકે તેની પત્નીને કહ્યું હતું કે તે જે પે એન્ડ યુઝ પર કામ કરે છે ત્યાં યુવતી આવા ઇશારા કરે છે, જેથી રવિવારે મહિલા તેના પતિ સાથે ત્યાં પહોંચી હતી, જ્યાં યુવતી હાજર મળી આવતાં મહિલાએ તેને તેના પતિને બીભત્સ ઈશારા ન કરવાનું કહેતાં ઝઘડો થયો હતો.

યુવતીએ મહિલાને લાફા માર્યા
મહિલાએ પોલીસ બોલાવતાં પોલીસ ત્રણેય લોકોને શાહીબાગ પોલીસ સ્ટેશનમાં લાવ્યાં હતાં, જ્યાંથી યુવતી ભાગી ગઈ હતી. મહિલાએ આ મામલે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. યુવતીએ ફરી મહિલા અને તેના પતિ સાથે ઝઘડો કર્યો હતો. યુવતીએ પોલીસ બોલાવતાં ફરી ત્રણેય લોકોને પોલીસ સ્ટેશન લઈ જવાયાં હતાં, જ્યાં આ યુવતીએ મહિલાને લાફા માર્યા અને તેના પતિને પણ માર મારી બીભત્સ શબ્દો બોલી ધમકીઓ આપી હતી. જોકે બાદમાં થોડા જ સમયમાં આ યુવતીએ તેના જોડે સંતાડેલી બ્લેડ કાઢી પોતાના હાથ પર ઈજાઓ પહોંચાડી હતી. શાહીબાગ પોલીસે આ યુવતી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો