તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત કે હત્યા?:અમદાવાદમાં યુવકનો પ્રેમિકાના ઘરે જઈ ફાંસો ખાઈ આપઘાત, સાબરમતી પોલીસ સ્ટેશન બહાર RIP સેલવાસ કુમારના પોસ્ટર લાગ્યા

અમદાવાદએક મહિનો પહેલા
સાબરમતી પોલીસ સ્ટેશન બહાર લાગેલું પોસ્ટર અને ઈન્સેટમાં મૃતકની ફાઈલ તસવીર.
  • મૃતકના ગળા પર ઈજાના શંકાસ્પદ નિશાન મળ્યા
  • પ્રેમિકાના પરિવારજનો બંનેના લગ્ન કરાવી આપવા માટે તૈયાર નહોતા
  • યુવકના ગળાના ભાગે ઇજાના નિશાન મળતા મોત મામલે પોલીસને શંકા ઉભી થઇ

શહેરના સાબરમતી કાળીગામ પાસે આવેલી દિગ્વિજય સિમેન્ટ ફેકટરી નજીકના મકાનમાં રહેતી પ્રેમિકાના ઘરે જઈ પ્રેમમાં પાગલ યુવકે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ સાબરમતી પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. યુવકના ગળાના ભાગે ઇજાના નિશાન પણ મળી આવ્યા છે. જેથી યુવકના મોત મામલે શંકા ઉભી થઇ છે. પોલીસે યુવકની લાશને પીએમ માટે મોકલી આપી છે.

પોલીસે રજૂઆત કરવા આવેલા લોકોને ભગાડી દીધાં
સાબરમતી પોલીસ સ્ટેશન બહાર સેલવાસકુમાર RIPના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. દક્ષિણ ભારતીય યુવક સેલવાસકુમારની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપને લઈ આજે સાંજે મોટી સંખ્યામાં દક્ષિણ ભારતીય સમાજના લોકો સાબરમતી પોલીસ સ્ટેશનમાં રજુઆત કરવા આવ્યા હતા. પોલીસે રજૂઆત કરવા આવેલા લોકોને ત્યાંથી ભગાડી દીધાં હતાં.

યુવકના મોત મામલે સાબરમતી પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.ઠાકરે Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, યુવકના મોત મામલે આકસ્મિક મોત નોંધવામાં આવ્યું છે. યુવકની હત્યા થઈ છે કે આત્મહત્યા તે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ચોક્કસ રીતે જાણવા મળશે.

પોલીસ સ્ટેશને રજૂઆત કરવા આવેલા દક્ષિણ ભારતીયોની તસવીર.
પોલીસ સ્ટેશને રજૂઆત કરવા આવેલા દક્ષિણ ભારતીયોની તસવીર.

મૃતક પ્રેમિકાના ઘરે લગ્નની વાત કરવા ગયો હતો
સાબરમતી વિસ્તારમાં કાળીગામ પાસે દિગ્વિજય સિમેન્ટની ફેક્ટરી આવેલી છે જ્યાં અનેક નાના મકાનો આવેલા છે. સાબરમતીમાં જ 18 વર્ષીય સેલવાસ નલનાગમ રહેતો હતો. દિગ્વિજય સિમેન્ટ ફેકટરી પાસે આવેલા મકાનમાં રહેતી યુવતી સાથે યુવકને પ્રેમસંબંધ હતો. બુધવારે સાંજે યુવક તેની પ્રેમિકાના ઘરે પહોંચી ગયો હતો. યુવકે યુવતી સાથે લગ્ન કરવાની વાત તેના પરિવારજનો સાથે કરી હતી. જો કે પરિવારજનોને બંનેનો પ્રેમસંબંધ મંજૂર ન હતો જેથી તેઓએ લગ્ન કરાવવાની ના પાડી હતી. જો કે યુવક પ્રેમિકા સાથે લગ્ન કરવા માંગતો હતો. પરિવારજનોએ તેને ઘરમાંથી જતા રહેવા કહેતા પાછળના રૂમ તરફ ગયો હતો.

સેલવાસ કુમાર RIPનું પોસ્ટર
સેલવાસ કુમાર RIPનું પોસ્ટર

પ્રેમિકાના ઘરમાંથી જ મૃતદેહ મળ્યો
દરમિયાનમાં પાછળના રૂમમાં થોડીવાર બાદ જતાં રૂમમાં યુવક ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસને જાણ કરવામાં આવતાં સાબરમતી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. યુવકના ગળાના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યા હતા. યુવકની લાશને પોલીસે પીએમ માટે મોકલી આપી હતી. યુવકે ખરેખર આત્મહત્યા કરી છે કે હત્યા કરી લટકાવી દેવાયો હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો