હત્યાનો બનાવ:​​​​​​​અમદાવાદમાં સામાન્ય ઝઘડામાં અદાવત રાખીને યુવકની છરીના ઘા મારી ઘાતકી હત્યા, ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપીની તસવીર - Divya Bhaskar
આરોપીની તસવીર
  • રખીયાલમાં લાલમીલ પાસે યુવકની હત્યા

અમદાવાદના રખીયાલ વિસ્તારમાં યુવકને છરીઓના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવાનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ બનાવમાં રખીયાલ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી વધુ વિગત મેળવવા માટે હાલ પોલીસે પ્રયાસ શરૂ કર્યા છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, રખીયાલ વિસ્તારમાં આવેલી લાલમીલ પાસે ગઇકાલે રાત્રે હૈદરઅલી અસરફ અલી અંશારી નામનો યુવક કોઇ કામ માટે આવ્યો હતો. તેની થોડા સમય અગાઉ સુખરામનગર પાસે રહેતા તરબેઝ ઉર્ફે તબ્બુ પઠાણ સાથે કોઇ સામાન્ય બાબતમાં બોલાચાલી થઇ હતી. આ બોલાચાલીની અદાવત રાખીને તબ્બુએ હૈદરઅલીને મારી નાખવા માટેનો પ્લાન ઘડ્યો હતો.

આ બનાવમાં હૈદરઅલી લાલમીલ પાસે હતો ત્યારે તબ્બુ ત્યાં આવ્યો અને તેણે પોતાની પાસેની તિક્ષ્ણ હથિયાર કાઢીને હૈદરને પેટમાં મારી દીધું હતું. જેથી હૈદરને પેટના ભાગે ગંભીર ઇજા થઇ હતી. તેથી તેને સરવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જયાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે રખીયાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે આ હત્યા કરનાર તબ્બુને ગણતરીના કલાકોમાં શોધીને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

અન્ય સમાચારો પણ છે...