• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In Ahmedabad, A Young Man Took 1 Lakh At 10 Percent Interest For Business Purposes, The Usurer Pushed Him From The Ground Floor To The Basement.

હત્યાનો પ્રયાસ:અમદાવાદમાં યુવકે વેપાર અર્થે 1 લાખ 10 ટકાના વ્યાજે લીધા, વ્યાજખોરે ગ્રાઉન્ડ ફ્લોરથી ધક્કો મારી બેઝમેન્ટમાં પાડ્યો

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ શહેરમાં વ્યાજખોરોનો આતંક વધવા માંડ્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે શહેરમાં વ્યાજે લીધેલા રૂપિયા ન ચૂકવતા યુવકને વ્યાજખોરોએ ધક્કો મારીને ગ્રાઉન્ડ ફ્લોરથી બેઝ મેન્ટમાં પાડી દેતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મણિનગરમાં સરોજબેન શાહ પતિ અમિતભાઈ સહિતના પરિવાર સાથે રહે છે. પતિ અમિતભાઈ વસ્ત્રાલ ખાતે ભાડે દુકાન રાખીને સ્પાનો વેપાર કરે છે. ચાર વર્ષ પહેલા અમિતભાઈએ તેમના મિત્ર કાંચા ઉર્ફે મીર પાસેથી વેપાર અર્થે 1 લાખ 10 ટકાના વ્યાજે લીધા હતા. પરંતુ વેપાર સારો ચાલતો ન હોવાથી વ્યાજ ચુકવી શક્યા ન હતા. જેથી કાંચો ઉર્ફે મીર અવારનવાર વ્યાજની માંગણી કરી ધાકધમકી આપતો હતો.

અમિતભાઈએ દુકાનના માલિક કનુભાઈ અને રાજભા પાસેથી 20 હજારની ચોપડી ફડાવી હતી. જો કે આ ત્રણેયને પૈસા ચૂકવી શક્યા ન હતા. જેથી બુધવારે સાંજના સમયે અમિતભાઈ વસ્ત્રાલ તેમની દુકાન પાસે ગ્રાઉન્ડ ફ્લોરની રેલિંગ પાસે ઉભા હતા, ત્યારે કાંચો ઉર્ફે મીરે અમિતભાઈને જાનથી મારવાના ઈરાદે તેમને ધક્કો મારીને ગ્રાઉન્ડ ફ્લોરથી બેઝ મેન્ટમાં પાડી દીધા હતા. જેથી તેઓ બેભાન થઈ ગયા હોવાથી સારવાર માટે હોસ્પિટલ દાખલ કર્યા હતા.

આ મામલે અમિતભાઈની પત્ની સરજોબહેને કનુભાઈ અને રાજભાના કહેવાથી કાંચો ઉર્ફે રાણાએ પતિને જાનથી મારવાના ઈરાદે ગ્રાઉન્ડ ફ્લોરથી મુક્કો મારીને નીચે પાડી દીધા હોવાના આક્ષેપો કરતી ફરિયાદ નિકોલ પોલીસ સ્ટેશનમા નોંધાવતા પોલીસે ત્રણેયના વિરુદ્ધમાં હત્યાના પ્રયાસોનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...