તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યાનો બનાવ:અમદાવાદમાં રિક્ષામાં સૂતેલા યુવકને ગણતરીની સેકન્ડમાં છરીના ત્રણ ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો, ઘટના CCTVમાં કેદ થઈ

અમદાવાદએક મહિનો પહેલા
ગણતરીની સેકન્ડોમાં જ હત્યા કરી હત્યારો ફરાર થઈ ગયો
  • બે દિવસ પહેલાં જ મૃતકને બેસવાના મુદ્દે ધવલ નામના યુવક સાથે ઝગડો થયો હતો.

અમદાવાદમાં હત્યાના બનાવો વધી રહ્યાં છે. શહેરમાં સામાન્ય બોલાચાલીમાં પણ હત્યા કરી દેવામાં આવી હોય તેવી ઘટનાઓ પણ પોલીસ ચોપડે નોંધાઈ છે. ત્યારે શહેરમાં સોલા વિસ્તારમાં સામાન્ય ઝગડામાં બોલાચાલી થતાં રિક્ષામાં સુઈ ગયેલા વ્યક્તિને ગણતરીની સેકન્ડોમાં છરીના ત્રણ ઘા ઝિંકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. પોલીસે આ ઘટનામાં હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ચાર રસ્તા પર બેસવા મુદ્દે બબાલ થઈ હતી.
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરમાં સોલા પાસે આવલ પાવાપુરી ચાર રસ્તા નજીક 50 વર્ષના આસરના પૂનમ ઉર્ફે લાલ પટની રિક્ષા ચલાવતા હતાં. પૂનમ કાયમ કામ પુરૂ થયા બાદ રાત્રે જમીને રિક્ષામાં જ સુઈ જતાં હતાં. બે દિવસ અગાઉ નજીકના ચાર રસ્તા પાસે બેસવાના મુદ્દે તેમનો ધવલ રાવલ નામના શખ્સ સાથે ઝગડો થયો હતો. ઝગડા દરમિયાન બંને વચ્ચે સામાન્ય બોલાચાલી અને ત્યાર બાદ ઝપાઝપી પણ થઈ હતી.

રિક્ષામાં સુતા વ્યક્તિને પતાવી દીધો ઘટના CCTVમાં કેદ થઈ ગઈ
રિક્ષામાં સુતા વ્યક્તિને પતાવી દીધો ઘટના CCTVમાં કેદ થઈ ગઈ

ધવલે પૂનમભાઈને પતાવી દેવાનો પ્લાન ઘડ્યો
આ વાતની અદાવત રાખીને ધવલે પૂનમભાઈને પતાવી દેવાનો પ્લાન ઘડ્યો હતો. જે માટે ગઈકાલે રાત્રે પૂનમભાઈ રોજની જેમજ પોતાની રિક્ષામાં સુઈ ગયા હતાં. તે દરમિયાન ધવલ ત્યાં આવ્યો હતો અને ગણતરીની સેકન્ડમાં જ પૂનમભાઈના ગળામાં છરીના ત્રણ ઘા ઝિંકીને ફરાર થઈ ગયો હતો. ગળાના ભાગે ગંભીર ઈજા થતાં ખૂબજ લોહી વહી ગયું હતું અને અંતે પૂનમભાઈનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં સોલા પોલીસે પૂનમભાઈની હત્યા સંદર્ભે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.