બીભત્સ ચેનચાળા:અમદાવાદમાં પરિણીત મહિલાને પડોશમાં રહેતા યુવકે બીભત્સ ઈશારા કરતા વાત પોલીસ સ્ટેશને પહોંચી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાએ તરત 100 નંબર પર ફોન કર્યો હતો

શહેરમાં મહિલાઓની છેડતીના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પરિણીત માહિલાને પડોશમાં રહેતા યુવકે પેન્ટની ચેન ખોલીને બીભત્સ ઈશારા કર્યા હતા જે બાદ પરિણીતાએ આવું કરવાનું ના પાડતા યુવકે ગંદી ગાળો આપી હતી જે મામલે મહિલાએ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે.

કૃષ્ણનગરમાં 30 વર્ષીય મહિલા પતિ અને તેના 2 બાળકો સાથે રહે છે. સાંજે મહિલા ઘરકામ કરી રહી હતી ત્યારે પડોશમાં રહેતા અનિલ શર્મા નામના યુવકે મહિલાને જોઈને પેન્ટની ચેન ખોલી હતી અને માહિલમે બીભત્સ ઈશારો કરતો હતો. મહિલાએ અનિલને આવું કરવાની ના પાડતા અનિલ ઉશ્કેરાઈને મહિલાને ગાળો આપવા લાગ્યો હતો અને હાથ પકડીને ખેંચવા લાગ્યો હતો. જેથી મહિલાએ બુમો પાડતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. મહિલાએ તરત 100 નંબર પર ફોન કર્યો હતો અને પોલીસને જાણ કરી હતી. આ સમગ્ર મામલે મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ અગાઉ મેઘાણીનગર વિસ્તારમાં પણ યુવક મહિલાના ઘર પાસે આવીને આ રીતે બીભત્સ ચેનચાળા કરી રહ્યો જતો જે મામલે મહિલાએ ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...