તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In Ahmedabad, A Young Man In Love Was Forced To Commit Suicide By His Girlfriend And His Father, The Police Finally Registered A Complaint Of Incitement.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત કે હત્યા?:અમદાવાદમાં પ્રેમમાં પાગલ યુવકને પ્રેમિકા અને તેના પિતાએ આપઘાત કરવા મજબૂર કર્યો, પોલીસે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાબરમતી પોલીસ સ્ટેશન બહાર સેલવાસકુમાર RIPના પોસ્ટર લગાવવામાં આવ્યા - Divya Bhaskar
સાબરમતી પોલીસ સ્ટેશન બહાર સેલવાસકુમાર RIPના પોસ્ટર લગાવવામાં આવ્યા
  • યુવકના ગળાના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યા જેથી શંકાસ્પદ મોત મામલે તપાસ કરાશે
  • મોટી સંખ્યામાં દક્ષિણ ભારતીય સમાજના લોકો સાબરમતી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને બેનરો લગાવી ફરિયાદ નોંધાવી માગ કરી હતી

અમદાવાદ શહેરના સાબરમતીમાં કાળીગામ પાસે આવેલી દિગ્વિજય સિમેન્ટ ફેકટરી નજીકના મકાનમાં રહેતી પ્રેમિકાના ઘરે જઈ પ્રેમમાં પાગલ યુવકે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જે મામલે સાબરમતી પોલીસે છેવટે પ્રેમિકા અને તેના પિતા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા બદલની ફરિયાદ નોંધી છે. યુવકના ગળાના ભાગે ઇજાના નિશાન અને મોઢેથી લોહી નીકળતા પરિવારજનોએ માર મારતા મોત થયા હોવાના આક્ષેપ સાથે ગુરુવારે સાંજે મોટી સંખ્યામાં દક્ષિણ ભારતીય સમાજના લોકો સાબરમતી પોલીસ સ્ટેશનમાં રજુઆત કરવા આવ્યા હતા. સાબરમતી પોલીસ સ્ટેશન બહાર સેલવાસકુમાર RIPના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. જો કે પોલીસે યુવકના RIPના પોસ્ટર ફાડી નાખ્યા હતા. રજુઆત કરવા આવેલા લોકોને બાદમાં ત્યાંથી હત્યાની ફરિયાદ નહિ લેવાય કહી ત્યાંથી ભગાડી દીધાં હતાં.

દક્ષિણ ભારતીય સમાજના લોકો સાબરમતી પોલીસ સ્ટેશનમાં રજુઆત કરવા આવ્યા હતા
દક્ષિણ ભારતીય સમાજના લોકો સાબરમતી પોલીસ સ્ટેશનમાં રજુઆત કરવા આવ્યા હતા

પરિવારજનોને બંનેનો પ્રેમસંબંધ મંજૂર ન હતો
સાબરમતી વિસ્તારમાં કાળીગામ પાસે દિગ્વિજય સિમેન્ટની ફેક્ટરી આવેલી છે જ્યાં અનેક નાના મકાનો આવેલા છે. સાબરમતીમાં જ 18 વર્ષીય સેલવાસકુમાર નલનાગમ આદિદ્રવિડ રહેતો હતો. દિગ્વિજય સિમેન્ટ ફેકટરી નજીક જ આવેલા મકાનમાં રહેતી પૂજા કોરી નામની યુવતી સાથે યુવકને પ્રેમસંબંધ હતો. બુધવારે સાંજે યુવક તેની પ્રેમિકાના ઘરે પહોંચી ગયો હતો. યુવકે યુવતી સાથે લગ્ન કરવાની વાત તેના પરિવારજનો સાથે કરી હતી. જો કે પરિવારજનોને બંનેનો પ્રેમસંબંધ મંજૂર ન હતો જેથી તેઓએ લગ્ન કરાવવાની ના પાડી હતી. જો કે યુવક પ્રેમિકા સાથે લગ્ન કરવા માંગતો હતો. પરિવારજનોએ તેને ઘરમાંથી જતા રહેવા કહેતા પાછળના રૂમ તરફ ગયો હતો.

યુવક ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો
દરમ્યાનમાં પાછળના રૂમમાં થોડીવાર બાદ જતાં રૂમમાં યુવક ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસને જાણ કરવામાં આવતાં સાબરમતી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. યુવકના ગળાના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યા હતા. યુવકની લાશને પોલીસે પીએમ માટે મોકલી આપી હતી. યુવકે ખરેખર આત્મહત્યા કરી છે કે હત્યા કરી લટકાવી દેવાયો હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. યુવકના મોત મામલે શંકા ઉભી થઇ છે. પોલીસે યુવકની લાશને પીએમ માટે મોકલી આપી છે. સાબરમતી પોલીસે જણાવ્યું હતું કે યુવકના મોત મામલે અકસ્માત મોત નોંધવામાં આવી છે. યુવકની હત્યા થઈ છે કે આત્મહત્યા તે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ચોક્કસ રીતે જાણવા મળશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો