તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘર કંકાસ:અમદાવાદમાં યુવકની ઓનલાઇન જુગાર રમવાની ટેવથી પરિવાર બરબાદ થતાં પત્નીએ હેલ્પલાઇનની મદદ લીધી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમજાવટ બાદ આદત છોડી પરિવાર સાથે સુખ શાંતિથી રહેશે તેમ જણાવ્યું હતું

શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા યુવકને ઓનલાઇન જુગારની ગેમ રમવાની આદત પડી ગઈ હતી. સતત મોબાઈલમાં જુગાર ગેમ રમતા રમતા સ્વભાવ ચીડિયો અને ગુસ્સાવાળો થઈ ગયો હતો. દારૂ પીને આવી મારતો પણ હતો. જેથી પત્નીએ કંટાળી અને મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. હેલ્પલાઇનની ટીમે યુવકને સમજાવ્યો હતો કે મોબાઈલમાં સતત ગેમ ન રમે અને દારૂ પીવાની ટેવ છોડી અને પરિવાર પર ધ્યાન આપે. સમજાવટ બાદ આદત છોડી પરિવાર સાથે સુખ શાંતિથી રહેશે તેમ જણાવ્યું હતું.

મહિલા હેલ્પલાઇન અભ્યમ 181ને અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી એક મહિલાનો ફોન આવ્યો હતો કે તેમના પતિ દારૂ પીને આવે છે અને ચોરીનો આક્ષેપ મૂકી માર મારે છે. જેથી મહિલા હેલ્પલાઇનની ટીમ ત્યાં પહોંચી હતી. યુવક ઓનલાઇન જુગાર રમતો હતો જેમાં આવતા પૈસાથી ઘરખર્ચ, કરીયાણું ભરી બાકીના પૈસાનો દારૂ પી જતો હતો. દારૂ પી પત્નીને માર મારતો હતો. મહિલાને પિયર જતા રહેવું હતું પરંતુ તેમના માતા એકલા રહે છે અને ખર્ચો ક્યાંથી કાઢવો જેથી તેઓ ત્યાં જઈ શકતા નથી. પતિને કોઈ કામ ધંધો કરવાનું કહેવા છતાં મોબાઈલમાં ગેમ રમવાનું ચાલુ રાખ્યું હતું.

પતિ મોબાઈલમાં ગેમ રમી અને ઘરની હાલત ખરાબ કરી નાખી હતી. મોબાઈલમાં ગેમ રમતા જો હારી જાય તો ગુસ્સો કરવા લાગતા હતા. ગેમ રમતા રમતા મોબાઇલની બેટરી ઉતરી જાય તો પણ ગુસ્સો ઘરમાં ગુસ્સો કરવા લાગે. જો ફોન હેંગ થઈ જાય તો બાળકોએ ફોન ખરાબ કરી નાખ્યો છે તેમ કહી દેતાં હતા. હેલ્પલાઇનની ટીમે યુવકને સમજાવ્યો હતો કે મોબાઈલમાં સતત ગેમ ન રમે અને દારૂ પીવાની ટેવ છોડી દે.

અન્ય સમાચારો પણ છે...