પત્નીના આડા સંબંધ:અમદાવાદમાં પાડોશમાં રહેતી પરિણીતા સાથે પ્રેમ થતાં યુવકે ફોન ગિફ્ટ કર્યો, પ્રેમિકાના પતિ અને સાથીદારોએ યુવકને મારી મારીને અધમૂઓ કર્યો

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આ સંબંધમાં યુવક અને તેની પ્રેમિકાના પરિવાર વચ્ચે સમાધાન થયું હતું પણ પતિએ દાઝ રાખી હતી
  • યુવકે ફરિયાદ કરતાં નરોડા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે

અમદાવાદમાં પ્રેમ સંબંધમાં હૂમલો થવાના કિસ્સા વધી રહ્યાં છે. શહેરમાં એક યુવકને પાડોશમાં રહેતી પરીણિતા સાથે પ્રેમ થયો હતો. આ દરમિયાન યુવકે પરીણિતાને એક ફોન ગિફ્ટમાં આપ્યો હતો. આ વાતની જાણ પરીણિતાના પતિને થતાં જ તે કેટલાક લોકોને સાથે લઈ જઈને યુવકને આ મોબાઈલ વિશે પુછવા ગયો હતો.યુવકે પોતે આ ફોન આપ્યો હોવાનું કહેતા જ પરીણિતાનો પતિ અને તેના સાથીદારો યુવકને લાકડીઓથી માર માર્યો હતો. સમગ્ર બાબતે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રેમ થતાં યુવકે પ્રેમિકાને મોબાઈલ ગિફ્ટમાં આપ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના નરોડામાં રહેતો 31 વર્ષીય યુવક ગાંધીનગર ખાતે ફર્નિચરની દુકાન ધરાવે છે. યુવકને સોસાયટીમાં પાડોશમાં રહેતી પરિણીતા સાથે પ્રેમ સબંધ બંધાયો હતો. બાદમાં પરિણીતાના પતિને પત્નીના આડા સબંધની જાણ થઈ હતી. બાદમાં યુવક અને તેની પ્રેમિકાના પરિવાર વચ્ચે સમાધાન થયું હતું. યુવકે આ પ્રેમ સંબંધ દરમિયાન પરિણીત પ્રેમિકા ને મોબાઈલ ફોન પણ આપ્યો હતો.

પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ( ફાઈલ ફોટો)
પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ( ફાઈલ ફોટો)

પ્રેમિકાના પતિ સહિતના લોકો યુવક પર તૂટી પડ્યા
સોમવારે આ યુવક તેના બ્લોકના ધાબે ઉભો હતો. ત્યારે તેની પ્રેમીકાનો પતિ અને અન્ય લોકો ત્યાં આવ્યા હતા. પરિણીતાના પ્રેમીને તેના પતિએ મોબાઈલ ફોન બાબતે પૂછ્યું હતું. જેથી યુવકે આ ફોન તેણે જ્યારે પરિણીત પ્રેમિકા સાથે સબંધ હતો ત્યારે આપ્યો હોવાનું જણાવ્યું હતું.આ વાત જાણતા જ પરિણીત પ્રેમિકાના પતિ સહિતના લોકો યુવક પર તૂટી પડ્યા હતા. યુવકને આ બાબતની દાઝ રાખી માર મારી અધમૂઓ કરી નાખ્યો હતો.

લાકડીઓથી માર મારી આ યુવકને લોહી લુહાણ કર્યો
પ્રેમિકાના પતિના કેટલાક સાથીદારોએ તો લાકડીઓથી માર મારી આ યુવકને લોહી લુહાણ કર્યો હતો. બાદમાં તાત્કાલિક યુવકને હોસ્પિટલમાં ખસેડતા તેને પાંચ ટાકા આવ્યા હતા.બરડામાં પણ મૂઢ માર વાગ્યો હતો. મારામારી દરમિયાન યુવકની સોનાની ચેઇન, રોકડા અને મોબાઈલ ફોન પણ ક્યાંક પડી ગયા હતા. સમગ્ર બાબતે યુવકે પોલીસને જાણ કરતા નરોડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

યુવકે ફોન, રોકડ પડી ગયાની ફરિયાદ નોંધાવી
ઈજાગ્રસ્ત યુવકે પોલીસ ફરિયાદમાં તેને માર મારવામાં આવ્યો તે દરમિયાન ઝપાઝપીમાં મોબાઈલ ફોન, રોકડા રૂ. પાંચ હજાર તથા ગળામાં પહેરેલી સોનાની ચેઇન વગેરે ક્યાંક પડી ગયાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...