108ની સરાહનીય કામગીરી:અમદાવાદમાં મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા 108ના સ્ટાફે ફૂટપાથ પર જ સફળ ડિલિવરી કરાવી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નવજાત સાથે 108ના મહિલા કર્મચારીની તસવીર - Divya Bhaskar
નવજાત સાથે 108ના મહિલા કર્મચારીની તસવીર
  • મહિલાને પ્રસુતિની પીડા ઉપડતાં હોસ્પિટલ પહોંચી શકે તે પરિસ્થિતિ ન હોવાથી જાગૃત નાગરિકે 108માં ફોન કર્યો હતો

રાજ્યની 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા લોકો માટે આશીર્વાદ સમાન બની છે. અમદાવાદમાં 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા એક પ્રસુતા માટે દેવદૂત સાબિત થઈ હતી. સાબરમતી વિસ્તારમાં આવેલા રામનગર ખાતે ફૂટપાથ પર એક મહિલાને પ્રસૂતાની પીડા ઊપડી હતી અને બાળક થોડું બહાર આવી ગયું હતું. એક જાગૃત રિક્ષાચાલકે તાત્કાલીક 108 એમ્બ્યુલન્સને ફોન કરી જાણ કરી હતી. સાબરમતી લોકેશનની 108 તાત્કાલિક ત્યાં પહોંચી હતી.

ડોક્ટરની મદદ લઈને ડિલિવરી કરાઈ
108ના EMT અને પાયલેટે જોતાં મહિલાની ડિલિવરી ફૂટપાથ પર જ કરવી પડે તેવી પરિસ્થિતિ હતી. જેથી આસપાસના લોકોની મદદથી 108 હેડક્વાર્ટરમાં ડોક્ટર પાસે ઓનલાઇન માહિતી મેળવી અને મહિલાની ડિલિવરી કરાવી બાળકને જન્મ કરાવ્યો હતો. ડિલિવરી કરાવ્યા બાદ તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હાલમાં બંનેની હાલત સારી છે.

ગરીબ મહિલાને ફૂટપાથ પર જ પ્રસુતિની પીડા ઉપડી હતી
ગરીબ મહિલાને ફૂટપાથ પર જ પ્રસુતિની પીડા ઉપડી હતી

ગરીબ મહિલાને ફૂટપાથ પર પ્રસુતિની પીડા ઉપડી
સાબરમતી લોકેશનની 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને મેસેજ મળ્યો હતો કે રામનગર ચોક પાસે ફૂટપાથ પર એક મહિલાને પ્રસૂતાની પીડા ઉપડી છે. જેથી 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક લોકેશન પર પહોંચી હતી. જ્યાં EMT રિયાબેન રાવળ અને પાયલોટ રોહિતભાઈએ જોતાં મહિલાને પ્રસૂતાની પીડા હતી અને બાળક થોડું બહાર દેખાતું હતું. જેથી તેઓએ તાત્કાલિક 108 હેડક્વાર્ટરમાં ફોન કરી અને જાણ કરી હતી. મહિલાને હોસ્પિટલ સુધી લઈ જવાય તેવી સ્થિતિ ન હતી. જેથી બંને કર્મચારીઓએ સ્થાનિક લોકોની મદદ લઇ ચાદર અને પ્લાસ્ટિકનું આડશ રાખી મહિલાની પ્રસૂતિ શરૂ કરી હતી.

108ના હેડક્વાર્ટરમાંથી ડોક્ટર સૂચના આપતા
​​​​​​​
108 હેડક્વાર્ટરમાં ડોક્ટરની ફોન પર ઓનલાઈન સલાહ મેળવી અને મહિલાની પ્રસુતિ કરી બાળકનો જન્મ કરાવ્યો હતો. જરૂરી દવાઓ અને ઈન્જેકશન આપી અને ત્યાંથી મહિલા અને બાળકને નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ગરીબ અને ફૂટપાથ પર રહીને મહિલાને સફળ ડિલિવરી કરાવતા આસપાસના લોકો પણ 108ની કામગીરીને બિરદાવી હતી.