તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પતિનું પાપ:અમદાવાદમાં મહિલા પર પતિએ ફેક્ટરીના માલિક અને તેના મિત્રો સાથે મળીને ગેંગરેપ કર્યો

અમદાવાદ22 દિવસ પહેલા
પ્રતિકાત્મક તસવીર
  • પતિએ ફેક્ટરી માલિક હરિ નાયર અને મિત્ર જય ચંદ્રા સાથે મળીને ગેંગરેપ કર્યો
  • વેજલપુર પોલીસ સ્ટેશનમાં 4 શખ્સ સામે મહિલાએ પોલીસ ફરિયાદ કરી

અમદાવાદ શહેરના વેજલપુરમા પરિણીતાએ ગેંગરેપની ફરિયાદ નોંધાવી છે. કેરળની આ મહિલાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે તેના પતિએ અમદાવાદના ફેક્ટરી માલિક અને મિત્રો સાથે મળીને દુષ્કર્મ આચર્યું હતું. વર્ષ 2013થી 2019 દરમિયાન સતત 6 વર્ષ સુધી દુષ્કર્મનો ભોગ બનેલી આ મહિલા 2020માં પતિના પર્સમાંથી પૈસા કાઢીને કેરળ નાસી ગઈ હતી. જ્યાં તેણીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમા ટ્રાન્સફર થઈ હતી. આ ફરિયાદમાં મહિલાએ આક્ષેપ કર્યો છે કે તેના પતિએ ફેક્ટરી માલિક હરિ નાયર તેના મિત્ર જય ચંદ્રા સાથે મળીને દુષ્કર્મ આચર્યું હતું.

મહિલાને નજર કેદ રાખીને બંધક બનાવી
પતિ અને તેના મિત્રો મણિનગર, વેજલપુર અને થલતેજમાં જુદા જુદા મકાન ભાડે રાખીને શોષણ કરતા હતા. આ મહિલાને નજર કેદ રાખીને બંધક બનાવીને રાખતા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મહિલા ન્યાય મેળવવા વેજલપુર પોલીસ સ્ટેશનમાં પહોંચી છે.

ફેક્ટરી માલિકે પીડિતાના પતિને નોકરીની ઓફર આપી
તપાસમાં સામે આવ્યું કે મહિલા અને તેનો પતિ મૂળ કેરળમાં રહેતા હતા. ફેક્ટરી માલિક હરિ નાયર પણ કેરળનો રહેવાસી છે. જેથી હરિ નાયરે 2011માં મહિલાના પતિને અમદાવાદ નોકરીની ઓફર આપીને બોલાવ્યો હતો. ત્યાર બાદ 2013ના વર્ષમાં હરિ નાયર પડોશમાં રહેતી મહિલાના ઘરે આવ્યો હતો. ત્યારે પીડિત મહિલાના પતિએ મદદ કરવાના નામે પત્નીને ત્યાં મોકલી અને મહિલાને ફેક્ટરી માલિક સાથે સંબંધ રાખવાની વાત કરી. પરંતુ તેણીએ ઇન્કાર કરતા હરિ અને જય ચન્દ્રાએ દુષ્કર્મ આચ્યું હતું. આ મુદ્દે પતિને જાણ કરી હોવાછતાં તેને મદદ કરવાંના બદલે આરોપીઓ સાથે મળીને શોષણ શરૂ કર્યું હોવનો આક્ષેપ ફરિયાદમાં કર્યો છે. આ ફરિયાદને લઈને વેજલપુર પોલીસે મહિલા સહિત 4 વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

ફેક્ટરી માલિક રાજકીય વગ ધરાવે છેઃ પીડિતા
કેરળની મહિલાએ કરેલી ગેંગરેપની ફરિયાદને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. પીડિતાનો પતિ અને અન્ય એક મહિલા તેમજ જય ચન્દ્રા કેરળના હોવાનું ખુલ્યું છે. જ્યારે ફેક્ટરી માલિક હરિ ખેડામાં હોવાનું તપાસમાં ખુલ્યું છે. હરિ રાજકીય વગ ધરાવતો હોવાનો આરોપ પણ મહિલાએ કર્યો છે. જેથી પોલીસે ગેંગરેપની ફરિયાદને લઈને આરોપીની ધરપકડની કાર્યવાહી શરૂ કરી.

અન્ય સમાચારો પણ છે...