તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • In Ahmedabad, A Woman Lodged A Police Complaint After Her Ex boyfriend Forced Her Into A Relationship; Allegedly Pulling The Dupatta While Going To Pick Up Groceries

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેડતી:અમદાવાદમાં પૂર્વ પ્રેમીએ સંબંધ બાંધવા દબાણ કર્યુ તો મહિલાએ પોલીસ ફરિયાદ કરી; આક્ષેપ કર્યો કે કરિયાણું લેવા જતી ત્યારે દુપટ્ટો ખેંચતો હતો

અમદાવાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • મહિલાના પુત્રને મારવાની ધમકી આપી, ઓઢવ પોલીસમાં ફરિયાદ

ઓઢવમાં રહેતી 30 વર્ષીય પ્રિયંકા(નામ બદલ્યું છે.) રવિવારે કરિયાણું લેવા જતી હતી, ત્યારે કૌશિક પ્રજાપતિ નામનો શખ્સ બાઈક પર પ્રિયંકાનો પીછો કરતો હતો. ત્યારબાદ તેના ડ્રેસનો દુપટ્ટો ખેંચીને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. જોકે પ્રિયંકાએ કોઈ જવાબ ન આપતા કૌશિકે તેને લાફો મારીને ધમકી આપી હતી કે,‘તું મારી નહીં થાય તો તને હું રેડલાઈટ વિસ્તારમાં મૂકી આવીશ અને તારા દીકરાઓને જાનથી મારી નાખીશ.’ જેથી ગભરાયેલી પ્રિયંકાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં કૌશિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં, પોલીસે ગુના દાખલ કરી તપાસ આદરી છે.

કૌશિક અવારનવાર સંબંધ રાખવા કહેતો
પ્રિયંકા કુંવારી હતી ત્યારે તેને કૌશિક સાથે પ્રેમસંબંધ હતો. જોકે તેના લગ્ન નક્કી થતાં તેણે પ્રેમસંબંધ તોડી નાખ્યો હતો. બીજી બાજુ કૌશિક અવારનવાર પ્રેમસંબંધ રાખવા માટે દબાણ કરતાં પ્રિયંકાએ તેની સાથે પ્રેમસંબંધ રાખવાની ચોખ્ખી ના પાડી દેતાં કૌશિક અવારનવાર તેનો પીછો કરી, શરીર સુખની માગણી કરીને ધાકધમકી આપી હેરાન કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો