અસભ્ય વર્તન:અમદાવાદમાં પાડોશી યુવકને મહિલાએ મોબાઈલ ચોરતાં રંગે હાથ ઝડપ્યો, યુવકે મહિલાને લાફો મારી બિભત્સ ગાળો ભાંડી

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આંગણામાં બાળક સાથે બેઠેલી મહિલા હાથ ધોવા માટે ઘરમાં ગઈ અને યુવકે તકનો લાભ લીધો
  • યુવકે ભુલ નહીં સ્વીકારતાં મહિલા હેલ્પલાઈનની ટીમે શાહીબાગ પોલીસ સ્ટેશને સોંપ્યો

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં મહિલાએ તેના પાડોશમાં રહેતા વ્યક્તિને મોબાઈલ ચોરી કરી છુપાવતા રંગે હાથે પકડી લીધો હતો. મહિલાએ મોબાઈલ પરત માંગતા યુવકે મહિલાને જ્ઞાતિ વિશે અપશબ્દો બોલી અને ગાળાગાળી કરી હતી. બંને વચ્ચે ઝઘડો થતા મહિલા હેલ્પલાઇનની મદદ લેવામાં આવી હતી. સિવિલ લોકેશનની હેલ્પલાઇનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં મોબાઈલ ચોરી કરનાર શખ્સ દારૂ પીધેલી હાલતમાં હતો અને ભૂલ ન સ્વીકારતા તેને શાહીબાગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.

યુવકને રંગેહાથ ઝડપી લીધા પછી પણ માન્યો નહીં ( પ્રતિકાત્મક તસવીર)
યુવકને રંગેહાથ ઝડપી લીધા પછી પણ માન્યો નહીં ( પ્રતિકાત્મક તસવીર)

મહિલા ઘરમાં હાથ ધોવા ગઈ ત્યારે મોબાઈલ બાળક રમતું હતું
મહિલા હેલ્પલાઇન અભયમ 181ને શાહીબાગ વિસ્તારમાંથી મહિલાનો કોલ મળ્યો હતો કે પાડોશી વ્યક્તિ મને ગાળો આપી જાતિવિષયક શબ્દો બોલી ઝઘડો કરે છે. જેથી સિવિલ લોકેશનની ટીમ તાત્કાલિક મહિલાના ઘરે પહોંચી હતી. મહિલાની પૂછપરછ કરતાં પોતે પરિવાર સાથે રહે છે અને તેમનું નાનું બાળક છે. બાળકને લઈ પોતાના આંગણામાં તેઓ બેઠા હતા. છોકરાએ તેમનો હાથ બગાડતાં તેઓ હાથ ધોવા માટે ઘરમાં ગયા હતા. બાળક બહાર મોબાઈલ લઈને બેઠું હતું. આ દરમિયાન બાજુમાં જ રહેતા એક યુવકે આ તકનો લાભ લઇ અને મોબાઈલ ચોરી લીધો હતો.

મહિલાને પાડોશી યુવક પર શંકા ગઈ હતી ( પ્રતિકાત્મક તસવીર)
મહિલાને પાડોશી યુવક પર શંકા ગઈ હતી ( પ્રતિકાત્મક તસવીર)

મહિલાને બાજુમાં રહેતા યુવક પર શંકા ગઈ હતી
મહિલા જ્યારે હાથ ધોઈ અને બહાર આવી ત્યારે મોબાઈલ ન મળતા તેઓને બાજુમાં રહેતા યુવક પર શંકા ગઈ હતી. તરત જ મહિલા યુવકના ઘરે જઈ જોતા યુવક બાથરૂમમાં મોબાઈલ સંતાડતો હતો અને તેને રંગેહાથ પકડ્યો હતો. મહિલાએ મોબાઈલ પરત લઈ લેતા યુવકે તેમને લાફો મારી ગાળો બોલી હતી. જાતિવિષયક શબ્દો બોલી ઝઘડો કરતા તેમણે મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. સિવિલ લોકેશનની હેલ્પલાઇનની ટીમે ઘટનાસ્થળે પહોંચી યુવકને જોતા ખૂબ જ દારૂ પીધેલી હાલતમાં હતો અને ભૂલ ન સ્વીકારતા તેને શાહીબાગ પોલીસ સ્ટેશનને સોંપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.