કોરોનાનો ડર:અમદાવાદમાં મહિલાએ કોરોના થયો હોવાથી મરી જશે તેવા ડરથી એસિડ પીને આપઘાત કર્યો

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • બે દિવસથી શરદી- ખાંસી અને તાવ આવતા કોરોના થયો એવો ડર હતો

અમદાવાદ શહેરમાં દિવાળી બાદ કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે. શહેરમાં કેસો વધતાં લોકોમાં પણ ડર ફેલાયો છે. ત્યારે શહેરના ઠક્કરબાપા નગરમાં કોરોનાના ડરને કારણે પરિણિતાએ એસિડ પી લઈ આપધાત કર્યો હોવાની ઘટના બની છે. કૃષ્ણનગર પોલીસે પરિવારના નિવેદનો લઈને અકસ્માતે મોતનો કેસ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બે દિવસથી તબિયત નાદુરસ્ત હતી
અમદાવાદ શહેરના ઠક્કરબાપા નગર વિસ્તારમાં મહાવીરનગર વિભાગ-3માં પરિવાર સાથે રહેતાં નયનાબેન સિદ્ધરાજભાઈ પટેલે મંગળવારે રાતે આઠ વાગ્યાની આસપાસ કોરોના થશે મરી જવાશે તેવા ડરને કારણે એસિડ પી લીધું હતું. તે ઉપરાંત તેમણે શરીર પર પણ એસિડ છાંટી દીધું હતું. તેમના પરિવારજનો તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયાં હતાં પરંતુ ત્યાં સારવાર દરમિયાન નયનાબેનનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતકના પરિવારજનોની પૂછપરછ હાથ ધરી હતી. મૃતક નયનાબેનના પતિએ પોલીસને પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે ત્રણ ચાર દિવસથી તેમના પત્નીને શરદી, ખાંસી અને તાવની અસર હતી. શહેરમાં કોરોનાના કેસો વધવાથી તેમના મનમાં એવો ડર ફેલાયો હતો કે કોરોના થશે તો મરી જશે. આ ડરના કારણે તેમણે એસીડ પીને આપધાત કર્યો છે. કૃષ્ણનગર પોલીસે અકસ્માતે મોતનો કેસ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.