તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એડમિશન:અમદાવાદમાં RTE હેઠળ નવી 2200 અરજીઓ સાથે કુલ 25,922 અરજી મંજૂર કરાઈ, હવે 1386 સ્કૂલોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
DEOની કચેરી ખાતે પહોંચેલા વાલીઓની ફાઈલ તસવીર - Divya Bhaskar
DEOની કચેરી ખાતે પહોંચેલા વાલીઓની ફાઈલ તસવીર
  • અમદાવાદમાં 3339 અરજીઓ રિજેક્ટ થઈ જ્યારે 1230 ફોર્મ પરત ખેંચાયા

RTE હેઠળ એડમિશન પ્રક્રિયામાં બીજી તક આપવામાં આવી હતી. જેમાં 5500 રિજેક્ટ થયેલ અરજીઓ સામે 3367 અરજદારોએ ફરીથી અરજી કરી હતી. જેમાંથી 2200 અરજીઓ એપ્રુવ થઈ હતી. અત્યાર સુધી કુલ 25,922 અરજીઓ એપ્રુવ થઈ છે. જ્યારે 3339 અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે અને 1230 અરજદારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા.

રાજ્યમાં 25 હજારથી વધુ અરજીઓ એપ્રુવ કરાઈ
25 જૂનથી 5 જુલાઈ સુધી RTE હેઠળ અરજી કરવાનો સમય આપવામાં આવ્યો હતો. જેમાં 30,500 અરજીઓ થઈ હતી. જે બાદ 6 જુલાઈથી 13 જુલાઈ સુધી ચકાસણી કરવામાં આવી હતી. જે બાદ 5500 અરજીઓ કોઈ કારણસર રિજેક્ટ થઈ હતી. જેથી વધુ એક તક આપવામાં આવી હતી. જેમાં 5500 માંથી 3367 અરજદારોએ ફરીથી અરજી કરી હતી, જેમાં 3 દિવસની ચકાસણી કરવામાં આવી હતી અને 2200 અરજીઓ એપ્રુવ કરવામાં આવી હતી. આમ 30,500 અરજીઓ માંથી કુલ 25922 અરજી અપ્રુવ કરવામાં આવી છે અને 3339 અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે તથા 1230 અરજદારોએ ફોર્મ પરત ખેંચ્યા છે.

આ તસવીર પ્રતિકાત્મક છે
આ તસવીર પ્રતિકાત્મક છે

1386 સ્કૂલોમાં 12,500 બાળકોને પ્રવેશ અપાશે
નોડલ ઓફિસર મનહર સિંહ દાયમાએ જણાવ્યું હતું કે, આજે ચકાસણીનો અંતિમ દિવસ હતો, આજે ચકાસણી પૂર્ણ થઈ છે. હવે કાર્યવાહી કરીને 1386 સ્કૂલમાં 12,500 બાળકો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. 27 જુલાઈએ પ્રથમ રાઉન્ડ શરૂ થશે જેમાં મેરીટ આધારે પ્રવેશ આપવામાં આવશે.