તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

AMCની કાર્યવાહી:અમદાવાદમાં દક્ષિણ ઝોન, પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ટેક્સ વિભાગ દ્વારા કુલ 126 જેટલી મિલકતો સીલ કરાઈ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી - Divya Bhaskar
કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી
  • આગામી દિવસોમાં સિલિગ ઝુંબેશ વધુ સઘન કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ઝોનના ટેક્સ વિભાગ દ્વારા શહેરમાં પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટરો દ્વારા બાકી મિલ્કતવેરાની ભરપાઈ કરવામાં ના આવતી હોવાથી અને બાકી કરવેરા વસૂલવા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરના દક્ષિણ ઝોન, પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ટેક્સ વિભાગ દ્વારા કુલ 126 જેટલી મિલકતો સીલ કરવામાં આવી છે.

મુરલીધર કોમ્પ્લેક્સમાં મળી કુલ 50 મિલકતો સીલ
મંગળવારે દક્ષિણ ઝોનમાં આવતાં લાંભામાં શ્રીનાથ ટ્રાન્સપોર્ટ, પીપળજ-પીરાણા રોડ પર, રાજ રતન આરકેડ, નીલકંઠ બંગલોઝ, જલારામ કોમ્પલેક્ષ, હરિપુર સહિતની જગ્યાઓમાં કુલ 57 જેટલી મિલકતો સીલ કરવામાં આવી છે. પશ્ચિમ ઝોનમાં આવતાં પાલડી નીલમ એવન્યુ, નારણપુરા અર્જુન ગ્રીન્સ, આશ્રમ રોડ પર સુપથ 2 કોમ્પ્લેક્સ અને પાલડીમાં મુરલીધર કોમ્પ્લેક્સમાં કુલ 50 મિલકતો સીલ કરી છે.

આગામી દિવસોમાં સિલિગ ઝુંબેશ વધુ સઘન બનશે
દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સેટેલાઇટ, જોધપુર, જુહાપુરા, વેજલપુર, મકતમપુરા સહિતના વિસ્તારોમાં આવતી 19 જેટલી મિલકતો સીલ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી મિલ્કતવેરાની વસુલાત શહેરના અલગ અલગ વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડિફોલ્ટરો કોર્પોરેશનની નોટીસને ગંભીરતાથી ન લેતા તેઓની સામે કાર્યવાહી કરવામાં આવનાર છે અને તાકીદે વેરો ભરવા જણાવ્યું છે. આગામી દિવસોમાં સિલિગ ઝુંબેશ વધુ સઘન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો