તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસમાં દબદબો:અમદાવાદમાં પોલીસ અધિકારીના સ્ક્વોડે કામગીરી બતાવવા કેસ કર્યો, ખોટું કર્યાનું સામે આવતાં ઉચ્ચ પોલીસ અધિકારીએ કર્મચારીઓને સંત્રી તરીકે મૂકી દીધાં

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • થોડા દિવસ પહેલા જ એક અધિકારીના સ્ક્વોડે કામગીરી બતાવવા માટે એક આરોપી પકડી કેસ બતાવ્યો
 • સ્થાનિક પોલીસની તપાસમાં સત્ય હકીકત સામે આવતાં ઉચ્ચ અધિકારીના ધ્યાને બાબત મુકાઈ હતી

અમદાવાદ શહેર પોલીસમાં વહીવટદારોના રાજ તો ચાલે જ છે સાથે હવે સારી કામગીરી બતાવવા માટે પોલીસકર્મીઓ કોઈપણ વ્યક્તિને પકડી કોઈપણ કેસમાં આરોપી તરીકે બતાવી સારી કામગીરી બતાવે છે. જો કે કેટલાક ઈમાનદાર અને સાચા અધિકારી એક ગુનેગાર ભલે છૂટી જાય પરંતુ નિર્દોષ વ્યક્તિને સજા ન થવી જોઈએ તેમાં માનતા હોય છે. અમદાવાદમાં એક અધિકારીના સ્ક્વોડની ટીમે એક વ્યક્તિને પકડી તેની સામે ગુનો નોંધી દીધો અને ધરપકડ બતાવી દીધી હતી. બાદમાં સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતાં ખોટો કેસ અને ખોટા વ્યક્તિનું નામ બતાવી દીધું હોવાનું બહાર આવ્યું હતું. જે ઉચ્ચ અધિકારીના ધ્યાને આવતાં સ્ક્વોડને વિખેરી તમામ કર્મચારીઓને સંત્રી તરીકે જે તે પોલીસ સ્ટેશનમાં મૂકી દીધા છે.

અમદાવાદમાં એક અધિકારીના સ્ક્વોડ દ્વારા ઘણાં સમયથી કોઈ સારી કામગીરી કરવામાં આવી ન હતી. માત્ર નાના મોટા વહીવટ કામ થતા હતા. જેથી સ્ક્વોડના કર્મચારીઓએ સારી કામગીરી બતાવવા એક આરોપીને પકડી તેની સામે કેસ કરવામાં આવ્યો હતો. સારી કામગીરી કરવામાં આરોપીના સાથી આરોપીને વોન્ટેડ પણ બતાવ્યો હતો. આરોપીના નિવેદનમાં પણ સ્ક્વોડના કર્મચારીઓએ તેનું જ નામ બતાવ્યું હતું. આરોપીને પકડીને જે તે પોલીસ સ્ટેશનમાં સોંપી દેવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં જેનું નામ ફરિયાદમાં વોન્ટેડ તરીકે આપવામાં આવ્યું છે તે આરોપી જ નથી. અન્ય આરોપી હોવાનું સામે આવ્યું હતું.

પોલીસ તપાસમાં સારી કામગીરી બતાવવામાં સ્ક્વોડના કર્મચારીઓએ કેસ બતાવી અને અન્ય આરોપીનું નામ ખોલી દીધું હતું. જો કે કેસમાં તેની સાથેના વ્યક્તિએ જ હથિયાર આપ્યું હોવાનું ધ્યાને આવ્યુ હતુ. આ બાબત ઉચ્ચ અધિકારીના ધ્યાન પર આવી હતી જેથી તેઓએ તાત્કાલિક સ્ક્વોડમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની જે તે પોલીસ સ્ટેશનમાં ગાર્ડ (સંત્રી) તરીકે મૂકી દીધા હતા. જો કે પોલીસ બેડામાં એવી ચર્ચા છે કે એક મોટા વહીવટદારનો પેટ વહીવટદાર પણ અહીંયા બધું સંભાળતો હતો. જેની પણ બદલી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો