શારીરિક અડપલાં:અમદાવાદમાં સ્કૂલવાન ચાલકે સાડા ત્રણ વર્ષની બાળકી સાથે અડપલા કર્યાં

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

શહેરના આશ્રમ રોડ પર આવેલી એક સ્કૂલમાં નર્સરીમાં અભ્યાસ કરતી 3.5 વર્ષની બાળકી સાથે સ્કૂલવાનનો ડ્રાઇવર શારીરિક અડપલાં કરતો હતો. આ અંગે બાળકીએ માતા-પિતાને જાણ કરી હતી. વધુમાં ડ્રાઇવરના અડપલાંથી તંગ આવીને આ બાળકી સ્કૂલે જવાની પણ ના પાડતી હતી.

આ અંગે તેના માતા-પિતાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં સ્કૂલ વાનના ચાલક વિપુલ સુરેશભાઈ ઠાકોર (ઉ.વ.28, રહે. ઘાટલોડિયા) વિરુદ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. વિપુલ છેલ્લા 2 મહિનાથી આ અડપલાં કરતો હોવાનું પણ બાળકીએ માતા-પિતાને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...