હંગામો:અમદાવાદમાં રેમડેસિવિર માટે દર્દીનાં સગાં SVP અને સોલા સિવિલ વચ્ચે ફંગોળાય છે, વારંવાર ધક્કા ખવડાવતા હોવાથી મામલો બિચક્યો

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
રેમડેસિવિર મુદ્દે દર્દીના સગાઓએ એસવીપી ખાતે હોબાળો મચાવ્યો હતો. - Divya Bhaskar
રેમડેસિવિર મુદ્દે દર્દીના સગાઓએ એસવીપી ખાતે હોબાળો મચાવ્યો હતો.
  • દર્દીનાં સગાંને ઈન્જેકશન માટે ધક્કા ખાવા પડતા હોવાથી ભારે હોબાળો થયો

ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરાયેલા દર્દીને રેમડેસિવિર ઈન્જેકશન એસવીપીમાંથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. પરંતુ છેલ્લા 4 દિવસથી એસવીપી હોસ્પિટલ તંત્ર ઈન્જેકશન લેવા આવતા દર્દીનાં સગાંને ધક્કા ખવડાવે છે. આ મુદ્દે દર્દીના સગાઓએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. તેમનો આક્ષેપ છે કે, ખાનગી હોસ્પિટલ અમને ઈન્જેકશન માટે એસવીપી હોસ્પિટલ મોકલે છે અને એસવીપી કહે છે, દર્દી દાખલ છે ત્યાંથી જ ઈન્જેકશન મળશે. હકીકતમાં ઈન્જેકશનનો બારોબાર વહીવટ થઈ જતો લાગે છે.

દર્દીઓના સગાઓએ હંગામો મચાવ્યો
દરમિયાન અમદાવાદ ગ્રામ્યની હોસ્પિટલોમાં દર્દીને રેમડેસિવિર મળી રહે તે માટે સરકારે સોલા સિવિલમાં વ્યવસ્થા ગોઠવી છે પરંતુ સવારે 6 વાગ્યાથી ઈન્જેકશન માટે લાઈનમાં ઊભા રહેલા દર્દીના સગાને બપોરે 12 વાગ્યા સુધી ઈન્જેકશન ફાળવવામાં ન આવતા તેમણે હોબાળો મચાવ્યો હતો. દર્દીઓના સગાનો આક્ષેપ હતો કે ઓપીડી બિલ્ડિંગમાં ઈન્જેકશનના વિતરણ માટે બનાવેલા કાઉન્ટર પર બપોરે 12 વાગ્યા સુધી કોઈ કર્મચારી આવ્યો જ નહતો. દર્દીઓના સગાએ હોસ્પિટલના અધિકારીઓને જાણ કરવામાં આવી હોવા છતાં કોઈપણ પ્રકારના પગલા પણ લેવામાં આવ્યા ન હતા.

315 હોસ્પિટલને 94 હજાર રેમડેસિવિર આપ્યાં
અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાએ જણાવ્યું છે કે, અમદાવાદ મ્યુનિ.એ રેમડેસિવિર ઈન્જેકશનના વિતરણ માટેની વ્યવસ્થા ગોઠવી છે. 8 એપ્રિલથી અત્યાર સુધી રાજ્ય સરકાર તરફથી મળેલા 95 હજાર વાયલમાંથી 94 હજાર જુદી જુદી 315 કોવિડ હોસ્પિટલને આપવામાં આવ્યા છે. એસવીપીનું રેમડેસિવિર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર રોજે રોજ ઓક્સિજન અને આઈસીયુ બેડની વિગતો મેળવી ફાળવણી કરે છે. રાજ્ય સરકાર તરફથી જે સ્ટોક પૂરો પાડવામાં આવે છે તે મુજબ કોર્પોરેશન હોસ્પિટલોને ફાળવણી કરતું હોય છે.

અન્ય સમાચારો પણ છે...