હત્યાનો બનાવ:અમદાવાદમાં પ્રેમ સંબંધની જાણ થતા પ્રેમી-પ્રેમિકાના પરિવાર વચ્ચે ઝઘડો, મારામારીમાં ભાણીયાને બચાવવા વચ્ચે પડનારી મહિલાની હત્યા

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસકર્મી સાથે પકડાયેલા આરોપીની તસવીર - Divya Bhaskar
પોલીસકર્મી સાથે પકડાયેલા આરોપીની તસવીર
  • વાડજમાં પ્રેમીના સબંધીઓએ પ્રેમિકાના પરિવારની મહિલાની હત્યા કરી.

અમદાવાદના વાડજ વિસ્તારમાં પ્રેમી પ્રેમિકાના પ્રેમ સંબંધની જાણ પરિવારને થતા બન્નેના પરિવારજનો વચ્ચે ઝઘડો થયો હતો. જે ઝઘડામાં પ્રેમીના પરિવારે હુમલો કરતા પ્રેમિકાના પરિવારની મહિલાનું મોત નીપજ્યું હતું. આ અંગે વાડજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.જે અંગે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.

પ્રેમસંબંધને લઈને બે પરિવારોમાં ઝઘડો
ઘટના એવી છે કે વાડજમાં રહેતા બે પરિવારના એક છોકરી તથા છોકરા વચ્ચે પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો. જોકે બંને પરિવારને આ બાબતની જાણ થતા તેમની વચ્ચે મારા મારી થઈ હતી. ગૌરીબેન દતાણી નામની મૃતક મહિલાના ભણીયા ચિરાગ ઉર્ફે આકાશનો ઝઘડો ચાલતો હતો. ચિરાગને પાડોશમાં રહેતા હસમુખ સોલંકી, પ્રીતમ સોલંકી, પૂનમ સોલંકી અને ચેતન સોલંકી મારી રહ્યા હતા. ત્યારે ભણીયાને માર ખાતા જોતા ગૌરીબેન તેમને છોડાવવા વચ્ચે પડ્યા. ત્યારે હસમુખ સોલંકીએ ગૌરીબેનને લાત મારતા તેઓ નીચે પટકાયા હતા અને પ્રીતમે તેમના મોઢાના ભાગે ફેંટો મારી હતી.

વાડજ પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર
વાડજ પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર

યુવકને બચાવવા વચ્ચે પડેલી મહિલાની હત્યા
જેથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત ગૌરીબેનને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે હત્યા કેસમાં પ્રીતમ સોલંકીની ધરપકડ કરી છે. મહિલાની હત્યા કેસમાં વાડજ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા ઝઘડાનું કારણ પ્રેમસંબંધ હોવાનું ખુલ્યુ હતું. આરોપીના ભાઈ કમલેશ ઉર્ફે ટકુંનો ગૌરીબેનની ભાણી સાથે પ્રેમ સબંધ હતો.

પોલીસે આરોપીની ધરપકડ કરી
આ પ્રેમ સંબંધોની જાણ બન્ને પરિવારને થઈ જતા બન્ને અંદરો અંદર બાખડયા હતા. તેમના ઉગ્ર ઝઘડાની જાણ મૃતક ગૌરીબેનને થતા તેઓ છોડાવવા પહોંચ્યા અને તેમની પર પણ આરોપીઓએ હુમલો કરી દીધો હતો. જેમાં તેમનું મોત નીપજ્યું. વાડજ પોલીસે પ્રીતમ સોલંકીની ધરપકડ કરી. પરંતુ હસમુખ સોલંકી, પૂનમ સોલંકી અને ચેતન સોલંકી હજુ ફરાર હોવાથી તેમની ધરપકડને લઈને તપાસ શરૂ કરી છે.