અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રવિવારે રાત્રે એક વર્ષની બાળકી ઘરમાં પાણી ભરેલી ડોલમાં પડી ગઇ હતી. પાણી પી જવાને કારણે બાળકીની હાલત ગંભીર હતી. 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા 6 મિનિટમાં જ એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી હતી. EMTએ બાળકીની તપાસ કરી તો હાલત ગંભીર માલુમ પડતા ERC ફિઝિશિયનના માર્ગદર્શન હેઠળ આ બાળકીને CPR આપીને જીવ બચાવ્યો હતો. 12 મિનિટમાં જ તેને વધુ સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડી હતી.
6 મિનિટમાં 108ના કર્મચારી લોકેશન પર પહોંચ્યા
મળતી માહિતી મુજબ રવિવારે રાત્રે 10.12ની આસપાસ રબારી કોલોની લોકેશનની એમ્બ્યુલન્સને કોલ મળ્યો હતો કે ઓઢવમાં અર્બુદાનગરમાં એક વર્ષની નાની બાળકી પાણી ભરેલી ડોલમાં પડી જવાથી તેની સ્થિતિ ગંભીર છે. જેથી 6 મિનિટમાં 108ના કર્મચારી EMT હાર્દિક ડાભી અને પાઈલટ વિજય દેસાઈ ત્યાં પહોંચ્યા હતા.
12 મિનિટની અંદર બાળકીને હોસ્પિટલ ખસેડાઈ
EMT હાર્દિક ડાભીએ બાળકીની તપાસ કરતા ગંભીર હાલત જોઈને ERC ફિઝિશિયનના માર્ગદર્શન હેઠળ આ બાળકીને CPR આપીને જીવ બચાવ્યો હતો. બાળકીને તાત્કાલિક સારવારની જરૂર હોવાથી પાયલોટ વિજય દેસાઈએ 12 મિનિટની અંદર બાળકીને એલજી હોસ્પિટલ મણિનગર ખસેડવામાં આવી હતી. બાળકીની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.