બળાત્કાર:અમદાવાદમાં પાડોશી યુવકે મોડી રાતે ઘરમાં ઘુસીને 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ કર્યું, પરિવારને જાનથી મારવાની ધમકી આપી

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુવકે ધમકી આપતાં પરિવારે કોઈને જાણ ના કરી.
  • ઘટના બાદ સગીરા એકદમ સૂનમૂન થઈ ગઈ હતી.
  • પોલીસે આરોપીને પકડવા તજવીજ શરૂ કરી.

અમદાવાદના મેઘાણીનગરમાં વિસ્તારમાં પાડોશી યુવકે મોડી રાતે ઘરમાં સુતેલી 14 વર્ષની સગીરા પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના બની હતી. સગીરા એકલી રૂમમાં સૂતી હતી ત્યારે નરાધમ યુવકે મોઢું દબાવી અને જબરદસ્તી તેના શરીર સાથે અડપલાં કરી ગુપ્ત ભાગે હાથ ફેરવ્યો હતો. બાદમાં કપડાં કાઢીને જબરદસ્તીથી બળાત્કાર ગુજાર્યો હતો. તેણે આ બાબતે કોઈને જાણ કરશે તો તેના પિતા અને દાદીને મારી નાખવાની ધમકી આપી હતી. ઘટના બાદ સગીરા એકદમ સૂનમૂન થઈ ગઈ હતી. પરિવારે પૂછતાં તેણે સમગ્ર હકીકત જણાવી હતી. હાલ સગીરાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી છે. મેઘાણીનગર પોલીસે બળાત્કાર ગુજારનાર પાડોશી યુવક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઘટના બાદ સગીરા એકદમ સૂનમૂન થઈ ગઈ હતી ( પ્રતિકાત્મક તસવીર)
ઘટના બાદ સગીરા એકદમ સૂનમૂન થઈ ગઈ હતી ( પ્રતિકાત્મક તસવીર)

આરોપીએ એકલતાનો લાભ લઈને દુષ્કર્મ ગુજાર્યું
મેઘાણીનગર વિસ્તારમાં રહેતા અને ફેરી મારી વેપાર કરી ગુજરાન ચલાવતાં વ્યક્તિને સંતાનમાં બે દીકરા અને એક 14 વર્ષની દીકરી છે. 1લી જુલાઇના દિવસે તેમના એક સંબંધીનું મરણ થયું હોવાથી તેઓ આબુ ગયા હતા. ઘરે તેમના ત્રણ દીકરા અને માતા હતા. મોડી રાતે બધા બહાર સુતા હતા અને તેમની 14 વર્ષની દીકરી ઘરમાં એકલી સૂતી હતી ત્યારે અચાનક જ પડોશમાં રહેતો યુવક રૂમમાં ઘુસી આવ્યો હતો. સગીરાના બંને હાથ પકડી, મોઢું દબાવીને ઝપાઝપી કરી ખાટલામાંથી નીચે પાડી દીધી હતી. બાદમાં આરોપીએ સગીરાના કપડાં કાઢી જબરદસ્તીથી સંભોગ કર્યો હતો.

મેઘાણીનગર પોલીસે આરોપીને પકડવાની તજવીજ શરૂ કરી ( ફાઈલ ફોટો)
મેઘાણીનગર પોલીસે આરોપીને પકડવાની તજવીજ શરૂ કરી ( ફાઈલ ફોટો)

દુષ્કર્મ ગુજાર્યા બાદ યુવકે સગીરાને ધમકી આપી
દુષ્કર્મ ગુજાર્યા બાદ યુવકે સગીરાને ધમકી આપી હતી કે મેં તારી સાથે જે કામ કર્યું છે તેની જાણ કોઈ ને કરતી નહીં, નહીં તો તારા પિતા અને દાદીને જાનથી મારી નાંખીશ. સગીરાએ કેટલાક દિવસ સુધી આ બાબતની જાણ કોઈને કરી ન હતી. ઘરમાં સૂનમૂન બેસી રહેતી હતી. પરંતુ સગીરાને પેટમાં સખત દુખાવો થતાં તેણે આ બાબતની જાણ તેના પરિવારજનો કરી હતી. પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરતાં મેઘાણીનગર પોલીસે આરોપીને પકડવાની તજવીજ શરૂ કરી છે.