હેવાનિયત:અમદાવાદમાં બે બાળકોની અપહરણ કરી ડ્રગ્સ પીવડાવી ત્રણ નરાધમોએ દુષ્કર્મ કરતાં મોત થયું, ત્રણેયની ધરપકડ

અમદાવાદ6 મહિનો પહેલા
પોલીસે ત્રણેય આરોપીને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી.
  • પોલીસે ત્રણેય નરાધમોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી
  • પરિણીતાનાં માસૂમ બાળકો માતાને શોધી રહ્યાં હતાં ત્યારે આરોપીઓ પરિણીતા સાથે બળાત્કાર ગુજરી રહ્યા હતા
  • દાણીલીમડામાં દુષ્કર્મ બાદ મહિલાનું મોત થતાં ત્રણેય ફરાર થઈ ગયા હતા

સરકાર મહિલાઓની સુરક્ષા મુદ્દે મોટી મોટી ગુલબાંગો મારે છે. પોલીસ પણ મહિલા સુરક્ષાને લઈને સક્રિય હોવાની વાતો કર્યા કરે છે, પરંતુ મહિલાઓ પરના અત્યાચારો અટકાવી શકાયા નથી. અમદાવાદમાં પણ હવે મહિલાઓની સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. દાણીલીમડામાં એક મહિલાનું ત્રણ લોકોએ અપહરણ કરી ડ્રગ્સ પીવડાવી સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે. મૂળ નેપાળનાે પરિવાર દાણીલીમડામાં મજૂરીકામ કરીને ગુજરાન ચલાવે છે. પતિ કામે જાય પછી મહિલા બાળકોને જમાડી પાડોશીને ત્યાં મૂકી કામે જતી હતી.

દંપતી મજૂરી કરીને ગુજરાન ચલાવતું હતું
પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરના બહેરામપુરા વિસ્તારમા રહેતી દીપુ ( નામ બદલ્યું છે) મૂળ નેપાળની વતની છે. તે પતિ અને બે બાળકો સાથે રહેતી હતી. રોજ કમાઈને રોજ ખાતા આ પરિવારની આર્થિક સ્થિતિ દયનીય છે. બે બાળકોને ભણાવવા માટે બંને દંપતી રાત-દિવસ એક કરીને મજૂરી કરતાં હતાં, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે તેમનાં સપનાં પર કેટલાક હેવાનોની ખરાબ નજર હતી.

બે બાળકોની માતા પર સામૂહિક દુષ્કર્મ ગુજારનારા ઝડપાઈ ગયા.
બે બાળકોની માતા પર સામૂહિક દુષ્કર્મ ગુજારનારા ઝડપાઈ ગયા.

દીપુનું નરાધમોએ અપહરણ કર્યું હતું
દીપુ ગત 17મી તારીખે ઘરેથી બહાર નીકળી ત્યારે કેટલાક શખસો તેની પાસે આવ્યા અને તેનું અપહરણ કરીને લઈ ગયા હતા. તેમણે રાજુ સોલંકી નામની વ્યક્તિના ઘરમાં દીપુને પહેલા ડ્રગ્સ આપવામાં આવ્યું હતું, જેને લીધે તે નશામાં હતી. ત્યાર બાદ આ નરાધમોએ તેને નિર્વસ્ત્ર કરીને વારા ફરતી બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન એક હેવાન દીપુના શરીરને ચૂંથતો રહ્યો અને બીજો તેનો વીડિયો બનાવતો હતો.

યાતના સહન નહીં કરી શકનાર મહિલા મોતને ભેટી
આખી રાત નશીલા પદાર્થના નશામાં દીપુ પર આ શખસોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. એક સમયે દીપુએ બુમ પાડી તો તેના મોઢામાં ડૂચો મારીને પણ આ હેવાનોએ પોતાની હવસખોરીને સંતોષી હતી. આખરે યાતના સહન નહીં કરી શકનાર દીપુનું મોત નીપજ્યું હતું. દીપુ મૃત્યુ પામી છે એની જાણ થતા આ શખસો તેની લાશને અર્ધનગ્ન હાલતમાં મૂકીને ત્યાંથી ભાગી ગયા હતા. બીજી તરફ, દીપુનાં બાળકો માતાને શોધી રહ્યાં હતાં પણ તે હેવાનિયતનો ભોગ બનીને આ દુનિયા છોડીને જતી રહી હતી. તેથી અસહ્ય વેદના ભોગવતી મહિલા અંતે મૃત્યુ પામ્યાનું જણાતા ત્રણે શખ્સો તેને નિર્વસ્ત્ર હાલતમાં મૂકી ફરાર થઈ ગયા હતા.

પોલીસે નરાધમોની ધરપકડ કરી
ખુલ્લા મકાનમાં મહિલાની લાશ પડેલી હોવાની વાત પ્રસરતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. ક્રાઇમ બ્રાંચે તપાસ કરતા આ કૃત્યમાં સંડાેવાયેલા રાજુ સોલંકી નામના શખ્સને ઝડપી લીધો હતો. રાજુ સોલંકીએ બળાત્કાર કર્યાની કબૂલાત કરતાં પોલીસે ઈમરાન અને શકીલને પણ ઝડપી લીધા હતા. દાણીલીમડા પોલીસે ત્રણે વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ, હત્યા સહિતના ગુના દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

એક આરોપી બળાત્કારનો વીડિયો ઉતારતો હતો
મહિલાનું અપહરણ કર્યા બાદ એક હવસખોર મહિલાના શરીરને પીંખતો હતો ત્યારે બીજો વીડિયો ઉતારતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આરોપીઓના ફોન કબજે કરી એફએસએલમાં મોકલાયા છે.

રાજુ સોલંકી પોલીસનો બાતમીદાર હતો
આરોપીઓ પૈકીનો મુખ્ય આરોપી જેણે મહિલાના અપહરણમાં મુખ્ય ભૂમિકા ભજવી તેને ડ્રગ્સ આપી બેહોશ કરી તે રાજુ સોલંકી પોલીસના બાતમીદાર તરીકે કામ કરતો હોવાનુ સ્થાનિક સૂત્રોમાંથી જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...