અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ:​​​​​​​અમદાવાદમાં પરિણીત યુવકે પરિણીતાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવકે છૂટાછેડા લીધા નહોતા અને મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું

શહેરમાં એક પરિણીત મહિલા અને પરિણીત યુવક વચ્ચે પ્રેમ સબંધ હતો, જેમાં બંને પોતાના પતિ પત્નીને છૂટાછેડા આપીને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું પરંતુ મહિલાએ છૂટાછેડા લઇ લીધા હતા. જ્યારે યુવકે છૂટાછેડા લીધા ન હોતા અને મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું જે મામલે મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.

શહેરમાં એક પરિણીત મહિલાને પરિણીત યુવક સાથે 4 વર્ષથી પ્રેમ સબંધ હતો.બંને વચ્ચે ગાઢ સબંધ હતો જેને લઈને બંને જાણે છૂટાછેડા લઈને એક બીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.વચ્ચે શારીરિક સબંધ પણ હતા. મહિલાએ પ્રેમી માટે પોતાના પતિને છૂટાછેડા આપ્યા હતા પરંતુ યુવકે પત્ની સાથે છૂટાછેડા ના લઈને મહિલા સાથે લગ્ન કર્યા નહોતા.આમ મહિલાને લગ્નની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. 4 વર્ષના પ્રેમ સબંધ બાદ પ્રેમીએ લગ્ન ના કરતા મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોધાવી છે.વેજલપુર પોલીસે ગુનો નોધીને તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...